પાકિસ્તાનમાં ભારતીય રાજદ્વારીનાં ઉત્પીડન પર ભારતનું કડક વલણ, આપી ચેતવણી
Trending Photos
નવી દિલ્હી : ઇસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસોનાં અધિકારીઓનાં ઉત્પીડનની ફરિયાદ અંગે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતે હવે પાકિસ્તાની વિદેશ મંત્રાલયને નોટિસ ફટકારી છે. ગત્ત દિવસોમાં પાકિસ્તાની સુરક્ષા એજન્સી દ્વારા ભારતીય રાજદ્વારીઓને ધમકી, સર્વેલન્સ અને ઉત્પીડન કરવાની માહિતી સામે આવી હતી. આ પ્રકારનાં બે કિસ્સા 5-6 જૂને સામે આવ્યા હતા.
6 જૂને ભારતના ટોપના રાજદ્વારી ગૌરવ અહલૂવાલિયા મોર્નિગ વોક પર નિકળ્યાં હતા. આ દરમિયાન પાકિસ્તાનની કુખ્યાત જાસુસી એજન્સી આઇએસઆઇ સાથે જોડાયેલા લોકોએ ઘેરી લીધા હતા. ગાડીઓ અને બાઇખોમાં અનેક લોકોએ તેમને પરેશઆન કરવાનાં ઉદ્દેશ્યથી ઇશારા ઇશારામાં ઘરને ઘેરી લીધું હતું.
તેના આગામી દિવસે એટલે કે 7 જૂને પણ એવું થયું, જ્યારે એક ભારતીય હાઇકમિશ્નરનાં અધિકારીઓ નજીકની માર્કેટમાં ગયા. જ્યાં તેમણે અનેક બાઇક સવારો દ્વારા આક્રમકતાની સાથે ઘેરી લીધા હતા. ત્યાર બાદ ભારતીય હાઇકમિશ્નરનાં એક સ્થાનીક કર્મચારીનાં ભારતીય રાજદ્વારીઓનાં આવાસની બહાર નિકળ્યા બાદ આક્રમક રીતે પુછપરછ કરવામાં આવી.
ભારતીય રાજદ્વારીઓએ ઉત્પીડન મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ઉત્પીડનની હાલની પેટર્ન 1961નાં રાજદ્વારી સંબંધોને વિયના કન્વેશન (Vienna Convention) નું ઉલ્લંઘન છે. ભારત અને પાકિસ્તાન 1992માં આચાર સંહિતા પર રાજદ્વારીની સુરક્ષામા હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય અધિકારીઓનું પાકિસ્તાનમાં ઉત્પીડન કોઇ નવી વાત નથી. જો કે આ ઘટના ભારતમાં પાકિસ્તાન હાઇકમિશ્નરનાં 2 અધિકારીઓને દિલ્હીમા જાસુસી ગતિવિધઇઓમાં રંગે હાથે ઝડપાયેલા બે અધિકારીઓ બાદ થઇ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે