INDvPAK: મુશ્કેલીમાં ઈમરાન ખાન, યૂએઈમાં ક્રિકેટ મેચ જોવા ગયેલા ગૃહમંત્રીને બોલાવ્યા પરત
પાકિસ્તાનમાં હાલ એક મોટો ખતરો મંડરાય રહ્યો છે. જેના કારણે યૂએઈમાં મેચ જોવા ગયેલા પાકિસ્તાના ગૃહમંત્રી શેખ રશીને પીએમ ઈમરાન ખાને તાત્કાલિક પાછા બોલાવી લીધા.
Trending Photos
પાકિસ્તાનમાં હાલ આંતરિક સુરક્ષાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ખતરાને ધ્યાને રાખીને પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંયુક્ત અરબ અમીરાત ગયેલા પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદને પરત બોલાવી લીધા. રશીદ યૂએઈ ભારત-પાકિસ્તાનની વચ્ચે થનારી ટી-20 વિશ્વ કપ ક્રિકેટ મેચ જોવા ગયા હતા.
પાકિસ્તાનમાં ચાલી રહ્યું છે પ્રદર્શન
પાકિસ્તાનમાં હાલ તહરીક-એ-લબ્બેતના સમર્થકોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. પોતાના પ્રમુખ હાફિજ સાદ રિજવીની ધરપકડને લઈ ટીએલપી સમર્થકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં લાહોરમાં 3 પોલીસકર્મીના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. છતાં પણ ગૃહમંત્રી રજાઓ લઈને ક્રિકેટ જોવા માટે જતાં રહ્યા હતા.
પીએમની મંજૂરી લઈને ગયા હતા યૂએઈ-
પાકિસ્તાનમાં બગડતી સ્થિતિને જોઈને ગૃહમંત્રીને મેચ જોવા પહેલા જ પરત બોલાવી લેવાયા. જાણકારી મુજબ શનિવારે તેઓ પાછા આવી ગયા. રશિદ ક્રિકેટ મેચ જોવા માટે ઈમરાન ખાનની મંજૂરી લઈને જ યૂએઈ ગયા હતા. ટીએલપીનું પ્રદર્શન ઉગ્ર થવાની આશંકા છે. આ મામલે સરકારને લાહોરમાં પ્રદર્શનકારીઓએ પ્રતિનિધિઓ સાથે વાત કરી. પરંતુ તેનું કોઈ રિઝલ્ટ ન મળ્યું. આ પછી સરકારે સુરક્ષા વ્યવસ્થાને ટાઈટ કરાવાનો નિર્ણય લીધો. આ સ્થિતિને ધ્યાને રાખીને અર્ધસૈનિક બળોના લગભગ 500 જવાનો અને 1000 ફ્રંટિયર કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા.
આ કારણે થઈ રહ્યું છે પ્રદર્શન-
જણાવી દઈએ કે, ટીએલપી સમર્થક પોતાના મુખિયા સાદ હુસૈન રિજવીની રિહાઈની માગ કરી રહ્યા છે. રિજવીને પોલીસે 12 એપ્રિલે હિંસા ભડકાવાના આરોપમાં અટકાયત કરી. ત્યારથી તે પોલીસ સ્ટેશનમાં છે. આ સાથે જ સરકારે ટીએલપીને પણ બેન કરી દીધું. ટીએલપી સમર્થકો આ કાર્યવાહી વિરુદ્ધ રસ્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે. ગત શુક્રવારે લાહોરથી ઈસ્લામાબાદ સુધી રેલી કાઢવામાં આવી હતી. આ દરમિયાન કટ્ટરપંથી સંગઠનના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલી ઝડપમાં 3 પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોના મોત થયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે