Shinzo Abe: અચાનક ગોળી વાગતા ઢળી પડ્યા પૂર્વ PM શિંજો આબે, છાતીને આરપાર જતી રહી ગોળી, જુઓ Video
Shinzo Abe: જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે પર જીવલેણ હુમલો થયો. તેમના પર હુમલાખોરે એક રેલીસમાં સ્પીચ દરમિયાન ફાયરિંગ કર્યું. હાલ તેમની હાલત અત્યંત ગંભીર છે.
Trending Photos
Shinzo Abe: જાપાનના પૂર્વ પીએમ શિંજો આબે પર જીવલેણ હુમલો થયો. તેમના પર હુમલાખોરે એક રેલીસમાં સ્પીચ દરમિયાન ફાયરિંગ કર્યું. હાલ તેમની હાલત અત્યંત ગંભીર છે. પોલીસના જણાવ્યાં મુજબ શિંજો આબે પર પાછળથી હુમલો થયો. તેમને એક શોટગનથી ગોળી મારવામાં આવી. ગોળી વાગતા જ તેઓ ઢળી પડ્યા અને હ્રદયે કામ કરવાનું બંધ કરી દીધુ.
ફાયરિંગની આ ઘટના જાપાનના નારા પ્રાંતમાં ઘટી. તેમને તાબડતોબ એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમની હાલાત અત્યંત ગંભીર છે. હુમલાખોરને દબોચી લેવાયો છે. જાપાનના મીડિયા મુજબ શિંજો આબે એક રસ્તા પર યોજાયેલી એક રેલીમાં સ્પીચ આપી રહ્યા હતા અને તેમના પર હુમલો થયો. શિંજો આબે પર પાછળથી હુમલો થયો. તેમને છાતીમાં ગોળી વાગેલી છે. ગોળી વાગતા જ તેઓ ઢળી પડ્યા હતા.
WATCH: भाषण दे रहे थे जापान के पूर्व PM शिंजो आबे, अचानक चली गोली... | #ZeeExclusive @ramm_sharma #Japan #Shizoabe #Nara pic.twitter.com/FSPNbj6gkb
— Zee News (@ZeeNews) July 8, 2022
ભાષણનો વીડિયો
શિંજો આબે પોતાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ભાષણ આપવા માટે નારા પ્રાંત પહોંચ્યા હતા. અહીં તેઓ એક રેલીમાં ભાષણ આપી રહ્યા ત્યારે સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે તેમના પર પાછળથી ગોળી છોડાઈ. જાપાની મીડિયાના જણાવ્યાં મુજબ તેમના શરીરમાં કોઈ મૂવમેન્ટ જોવા મળી રહી નથી અને હાલ તેઓ જીવન અને મોત સામે ઝઝૂમી રહ્યા છે. હુમલાખોરની ગોળી તેમને છાતીમાં વાગી છે.
શિંજો આબે લાંબા સમય સુધી જાપાનના પ્રધાનમંત્રી રહ્યા. ઓગસ્ટ 2020માં તેમણે ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને પદ છોડ્યું હતું. આબેએ 2006માં એક વર્ષ અને પછી 2012થી 2020 સુધી આ પીએમ પદનો કાર્યભાર સંભાળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે