એક બતકે અમેરિકનોને ગાંડા કર્યાં, જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટે છે
Trending Photos
અમેરિકામાં ન્યૂયોર્ક સિટીના એક ફેમસ પાર્કમાં બહુ જ સુંદર બતકની હાજરીએ બધાને હેરાન કરી મૂક્યા છે. આ રંગબેરંગી બતક એક મંદારિન બતક છે. સામાન્ય રીતે બતક સફેદ હોય છે, પરંતુ આ રંગબેરંગ બતક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. મંદારિન બતક પૂર્વીય એશિયામાં મળી આવે છે. આ બતક ઓક્ટોબર મહિનામાં પાર્કના આ તળાવ પાસે જોવા મળ્યું હતું. આ બતકનો એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. શેર થતા જ આ વીડિયો વાઈરલ થઈ ગયો છે, અને હજારો લોકોએ તેને જોયો છે.
The Central Park Pond's newly-arrived male Mandarin Duck (we still do not know how it got here) unseated the Wood Duck as prettiest duck in the park. Gus Keri brings us close-up video pic.twitter.com/cauqVt4kSK
— Manhattan Bird Alert (@BirdCentralPark) October 11, 2018
મંદારિન ચીનની ભાષા છે. મંદારિન બતક સામાન્ય રીતે ચીન અને જાપાનમાં મળી આવે છે. તેથી તેના ન્યૂયોર્કમાં મળવા પર લોકો ચોંકી ગયા છે. આસપાસના કોઈ પ્રાણીસંગ્રહાલય કે પક્ષી ઘરમાંથી પણ મંદારિન બતક ગાયબ થવાની કોઈ જાણકારી સામે આવી નથી. તેથી શહેરમાં કોઈને આ બતક પાળવાની પરમિશન નથી.
Big crowds at Central Park to see the Mandarin duck (cc @juliarebeccaj) pic.twitter.com/eDsjZlK9ox
— Tyler Pager (@tylerpager) November 3, 2018
જોકે, ન્યૂયોર્ક સિટીમાં પાર્ક એન્ડ વાઈલ્ડલાઈફ અધિકારીઓએ નક્કી કર્યું કે, આ બતકને તળાવમાં જ રહેવા દેવું. તેને અહીંથી શિફ્ટ કરવાનો કોઈ પ્રયાસ કરવામાં નહિ આવે. અધિકારીઓએ કહ્યું કે, બતક એકદમ સ્વસ્થ છે. સાથે રીતે ખાઈ-પી રહ્યું છે. તે ઉડી પણ શકે છે. પાર્કના અન્ય પક્ષીઓની વચ્ચે તે સુરક્ષિત છે. આવામાં બતક સાથે અહીં કોઈ જ ખરાબ ઘટના નહિ ઘટે.
Beautiful Mandarin Duck in Central Park – with an audience... pic.twitter.com/Pt6r6aNjpr
— craignm (@craignm) November 3, 2018
શહેરના પક્ષી પ્રેમીઓ અને અન્ય લોકો આ સુંદર બતકની એક ઝલક જોવા માટે સેન્ટ્રલ પાર્ક જોવા પહોંચી રહ્યાં છે. આ બતકને કેસરી પાંખો છે અને પર્પલ કલરની ચેસ્ટ છે.
I dragged Brennen all the way to Central Park just to see this duck. pic.twitter.com/iU3Br4GTah
— 🐀 (@ra__at) November 1, 2018
કેટલાક લોકોનું માનવું છે કે, આ બતક પોતાના માલિક પાસેથી ભાગીને અહીં આવ્યું હશે. અથવા તો કોઈએ તેને અહીં છોડી દીધું હશે. કેમ કે, બતક પાળવું ગેરકાયદેસર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે