MYSTERIOUS TREASURE OF WORLD: આ અરબો રૂપિયાનો ખજાનો થઈ શકે છે તમારો! બસ તમારે આટલું જ કરવાનું છે...
Trending Photos
નવી દિલ્હીઃ દુનિયામાં જેટલા હીરા જવાહરાત જમીનની નીચે છુપાયેલા છે, એનાથી વધારે મોટી તિજોરીઓમાં છુપાયેલો છે. જેને રાજા-રજવાડાઓએ છુપાવ્યો હતો અને તેઓ મરી ગયા પણ તેમણે કોઈને તે ખજાના વિશે માહિતી નહોતી આપી. આવા ખજાનાઓને શોધવા લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પણ તે પ્રયત્ન મોતમાં પરિણમ્યા હતા.
જો કોઈને ખજાનો મળી જાય તો તે ખુશીથી મરી જાય, અને ના મળે તો તેના દુખમાં. ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે. જેમાં ખજાનાની શોધમાં લોકો મૃત્યુ પામ્યા છે. આવો જ એક ખજાનો હતો મંગોલ સામ્રાજ્યની ઈંટ મુકનાર ચંગેઝ ખાનનો. પોતાના સમયમાં ચંગેઝ ખાન સૌધી મોટો અને મહાન યોદ્ધા હતો. ચંગેઝ ખાને લગભગ પુરી દુનિયા પોતાના તાકતના દમ પર જીતી હતી અને ધન દૌલત ભેગી કરી હતી. 1227માં ચંગેઝનું મૃત્યુ થયું હતું, કહેવામાં આવે છે કે કોઈ અજ્ઞાત જગ્યાએ તેના ખજાના અને તેના શવને દફનાવાયો હતો. કહેવામાં આવે છે કે જે પણ આ ખજાનાની શોધમાં નીકળ્યું છે, તે જીવતું પરત નથી આવ્યું.
વર્ષોથી ગુમ છે ખજાનો!
રુસમાં દ અંબર રૂમ એક પ્રસિદ્ધ મહેલ હતું. આ મહેલ સેન્ટ પીટર્સબર્ગ શહેરની નજીક આવેલું છે. દ અંબર રૂમ એક ચેમ્બર હતું, જેને 1707માં પર્શિયામાં બનાવવામાં આવ્યું હતું. આ પીટર દ ગ્રેટને રુસ અને પર્શિયાની વચ્ચે શાંતિ કરાવવા માટે ગીફ્ટ અપાયું હતું. 1941ના વિશ્વ યુદ્ધમાં નાઝીઓએ આના પર કબ્જો કર્યો હતો. અને આ રૂમને અલગ-અલગ કર્યો હતો. 1943માં મ્યુઝીયમમાં દ અંબર રૂમને પ્રદર્શિત કરાયો. જ્યાંથી પુરો અંબર રુમ ગુમ થઈ ગયો.
માત્ર કોડ વર્ડથી મળશે ખજાનો:
અમેરિકા સેનાનું એક પાયલોટ હતો. જેનું નામ હતું ફોરેસ્ટ ફેન, એરફોર્સમાં નોકરી કરવા સાથે તેનું પૂર્વજનોએ એક વ્યવસાય પણ હતો, અને તે કામ હતું કિંમતી કલાકૃતિયોને સાંચવવાનું. જેની કિંમત અરબો ડોલરોમાં હતી. 1980માં ફોરેસ્ટને કેન્સર થયું અને તેણે અરબો ડોલરના ખજાનાને ક્યાંક છુાપાની દિધો. જો તે ચાહતે તો ફોરેસ્ટ કોઈને પણ ખજાનો આપી શક્તો હતો. પણ તેણે એવું નહીં કર્યું. જોકે, તેણે ખજાનો સંતાડ્યો તો ખરી પણ લોકો તે ખજાનાને શોધી શકે તે માટે તેણે હિન્ટસ્ પણ આપી. પરંતુ, હજુ સુધી કોઈ આ હિન્ટસને સમજી નથી શક્યું. પણ હાં, આ ખજાનો શોધવામાં ડઝન લોકોથી વધુએ જીવ ગુમાવ્યા છે.
કોલંબિયાના ગુઆટાવિટા તળાવમાં છુપાયેલો ખજાનો:
કોલંબિયાના ગુઆટાવિટા તળાવમાં દુનિયાનો સૌથી મોટો ખજાનો છુપાયેલો છે. એક ધાર્મિક માન્યતા છે કે, સેંકડો વર્ષ પહેલાં ચિબ્બા આદિવાસી સમાજના લોકો સૂર્યની પૂજા કરતી વખતે તળામાં સોનાના સિક્કા ફેંકતા હતા. વર્ષો સુધી આવું કરવાના કારણે તળાવની તળેટીએ મોટી સંખ્યામાં સોનાના સિક્કા મોજુદ છે. સ્પેનિશ ડાકુ ફ્રાંસિસ્કો પિઝારોએ આ ખજાનાને શોધવાની બહુ પ્રયાસ કર્યા, પણ તેને સફળતા ના મળી.
ઓક આઈલેન્ડમાં છુપાયેલો અરબોનો ખજાનો:
આ ખજાનાને આજ સુધી કોઈ શોધી નથી શક્યું. 1975માં અમુક બાળકોએ ઓક આઈલેન્ડના નોવા સ્કોટિયા નજીક એક દ્વિપ પર લાઈટ જોઈ હતી. જે બાદ બાળકોએ ત્યાં ખોદવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન તેમને એક પત્થરનો ટૂકડો મળ્યો જેના પર લખ્યું હતું ચાલીસ ફૂટ નીચે 2 મિલિયન પાઉન્ડ દફન છે. જે બાદ ઘણા લોકોએ આ ખજાનાને શોધવા પ્રયાસો કર્યા. પણ તમામ લોકો નિષ્ફળ રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે