Imran Khan ની ધરપકડ બાદ કઈ દિશામાં જઈ રહ્યું છે પાકિસ્તાન? તખ્તાપલટ કે પછી ગૃહયુદ્ધ!

Pakistan Crisis: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પાકિસ્તાનના સૌથી મોટા ન્યૂઝ નેટવર્કમાંથી એક પાકિસ્તાન ટીવી પર આ નિવેદન આવ્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની 9મી મેના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ થયાના ગણતરીના કલાકોમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા.

Imran Khan ની ધરપકડ બાદ કઈ દિશામાં જઈ રહ્યું છે પાકિસ્તાન? તખ્તાપલટ કે પછી ગૃહયુદ્ધ!

Pakistan Crisis: ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પાકિસ્તાનના સૌથી મોટા ન્યૂઝ નેટવર્કમાંથી એક પાકિસ્તાન ટીવી પર આ નિવેદન આવ્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની 9મી મેના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ થયાના ગણતરીના કલાકોમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા. જેમાંથી મોટાભાગના ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટીના સમર્થક છે. તેમણે સેના હેડક્વાર્ટરને પણ નિશાન બનાવ્યું. 

સેનાએ છેલ્લા 75 વર્ષમાં 30થી વધુ વર્ષ સુધી સીધી રીતે પાકિસ્તાન પર શાસન કર્યું છે. નાગરિક સરકારોના આધીન પણ, સૈન્ય નેતાઓએ સત્તા પર પોતાની પકડ બનાવી રાખી. ઈસ્લામાબાદના પ્રધાનમંત્રી કાર્યાલય માટે તેમણે એવા રાજનેતાઓને આગળ વધાર્યા જેમને તેઓ પસંદ  કરે છે અને જે લાઈનથી હટી ગયા તેમને તેઓએ સત્તા પરથી હટાવી પણ દીધા. 

ઈમરાન ખાને ગત વર્ષ એપ્રિલમાં રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ ઈમરાન ખાન પાકિસ્તાન સેનાના અધિકારી મેજર જનરલ ફૈસલ નસીર પર હુમલાવર રહ્યા. તેમણે નસીર પર કથિત હત્યાના પ્રયત્નની યોજનાનો પણ આરોપ લગાવ્યો. શાહિદ અબ્બાસી અને નવાઝ શરીફ જેવા નેતાઓથી વિપરિત ઈમરાન ખાને કોર્ટ પેશીઓમાં ભાગ લીધો નહીં અને મોટાભાગે જનરલો વિરુદ્ધ રેલીઓ કરવા માટે ભવ્ય રાજકીય સભાઓમાં જતા હતા. 

9મી મેના રોજ ઈસ્લામાબાદ કોર્ટ કક્ષની અંદર જ્યાં ઈમરાન ખાન ભ્રષ્ટાચારની સુનાવણીમાં ભાગ લઈ રહ્યા હતાં ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી. ઈમરાન ખાન વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરોએ બહાર પાડ્યું હતું. પરંતુ ધરપકડ પાકિસ્તાન રેન્જર્સે કર્યા. 

પાકિસ્તાનમાં ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત ટીસીએ રાઘવાને કહ્યું કે પાકિસ્તાનમાં કોઈને એ વાતમાં જરાય શંકા નથી કે ઈમરાન ખાન સાથે જે પણ કઈ થઈ રહ્યું છે તેનું સેના સમર્થન કરે છે. બુધવારે એક કોર્ટે ઈમરાન ખાનને ભ્રષ્ટાચારના કેસમાં આઠ દિવસ માટે અટકાયતમાં લેવા માટે અધિકૃત કર્યા. જે અલ કાદિર ટ્રસ્ટ મામલે અટકાયત અપાઈ. જેમાં કથિત રીતે અચલ સંપત્તિનું હસ્તાંતરણ સામેલ છે. ઈમરાન ખાન પોતાના પર લાગેલા આરોપ ફગાવી ચૂક્યા છે. 

9મી મેથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા છે. એકલા પંજાબ પ્રાંતમાં 1000થી વધુ લોકોની ધરપકડ થઈ છે. સેના ઈમરાન ખાનના સમર્થકોને એક એવો સમુહ ગણાવી રહી છે જે પાકિસ્તાનને ગૃહયુદ્ધમાં ધકેલવા માંગે છે. 

લેટેસ્ટ અપડેટ
ફવાદ ચૌધરીની પણ ધરપકડ. પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી અને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના નેતા ફવાદ ચૌધરીની પણ ઈસ્લામાબાદમાં સુપ્રીમ કોર્ટની બહાર ધરપકડ થઈ. ફવાદ ચૌધરી સવારથી જ સુપ્રીમ કોર્ટમાં હાજર હતા. ફવાદ ચૌધરીએ પોલીસને કોર્ટના આદેશ પણ દેખાડ્યા છતાં તેમની ધરપકડ થઈ. આ ઉપરાંત દેશભરમાંથી પીટીઆઈના નેતાઓની ધરપકડ ચાલુ છે. 

પ્રધાનમંત્રીના ઘરમાં પેટ્રોલ બોંમ્બ પણ ફેંક્યા
પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રધાનમંત્રીના ઘરમાં પણ પેટ્રોલ બોમ્બ ફેંકાયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે હુમલો થયો તે સમયે પ્રધાનમંત્રીના ઘર પર ફક્ત ચોકીદાર હાજર હતા. ત્યાં બનેલી પોલીસ ચોકીને આગના હવાલે કરી દેવાઈ. જેવી પોલીસની એક ટુકડી ત્યાં પહોંચી પ્રદર્શનકારીઓ ત્યાંથી જતા રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news