દુનિયાના આ દેશના લોકો હોય છે સૌથી વધુ મહેનતી, છતાં પણ નથી ખાતા દૂધ, દહીં અને ઘી, કારણ જાણીને લાગશે નવાઈ

Interesting Facts: આ દેશના લોકોને સૌથી વધારે બુદ્ધિશાળી અને મહેનત કરનાર લોકો પણ કહેવાય છે. દુનિયાની ઇકોનોમી પર પણ આ દેશનું રાજ ચાલે છે. ઇનોવેશન ના કારણે આ દેશને અત્યાર સુધીમાં 26 થી વધારે નોબલ પુરસ્કાર મળી ચૂક્યા છે. 

દુનિયાના આ દેશના લોકો હોય છે સૌથી વધુ મહેનતી, છતાં પણ નથી ખાતા દૂધ, દહીં અને ઘી, કારણ જાણીને લાગશે નવાઈ

Interesting Facts: ઘી દૂધ મલાઈ જેવી વસ્તુઓ ખાવી આપણે ત્યાં સ્વાસ્થ્યવર્ધક કહેવાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં લોકો આવી વસ્તુ ખાવાનું ટાળે છે ? રસપ્રદ વાત એ છે કે આ દેશના લોકોને સૌથી વધારે બુદ્ધિશાળી અને મહેનત કરનાર લોકો પણ કહેવાય છે. દુનિયાની ઇકોનોમી પર પણ આ દેશનું રાજ ચાલે છે. ઇનોવેશન ના કારણે આ દેશને અત્યાર સુધીમાં 26 થી વધારે નોબલ પુરસ્કાર મળી ચૂક્યા છે. 

જો તમારા મનમાં અમેરિકાના નામ આવતું હોય તો આ દેશ અમેરિકા નથી. આ દેશ છે જાપાન. જાપાની આબાદી 10 કરોડ છે અને આ દેશ ઇતિહાસમાં આજ સુધી ક્યારેય ગુલામ બન્યું નથી. 2700 વર્ષથી તે આઝાદ દેશ છે. અહીંના લોકો અનુસાસિત જીવન જીવે છે તેના કારણે 80 વર્ષ સુધી જીવે છે. 

આ પણ વાંચો: 

ડેરી પ્રોડક્ટનો નથી કરતા ઉપયોગ

જાપાનમાં ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. જાપાનમાં 80% વિસ્તાર પર્વતીય છે. જેના કારણે અહીં ગાય ભેંસ પાડવાની પરંપરા વિકસિત થઈ નથી. અહીં દૂધ દહીં ઘી અને મલાઈ નો ઉપયોગ પણ ખૂબ જ ઓછો થાય છે. એક વેબસાઈટ અનુસાર જાપાનના લોકો ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ એટલા માટે નથી કરતા કે તેમને આ વસ્તુઓની વાસ નથી ગમતી. 

ડેરી પ્રોડક્ટમાંથી આવે છે દુર્ગંધ

જાપાન પર રિસર્ચ કરનાર અવેરી મોરાવ અનુસાર જાપાનના લોકો માને છે કે યુરોપના લોકોમાંથી વિચિત્ર વાસ આવે છે. તેનું કારણ એ પણ હોઈ શકે છે કે તેઓ વધારે પ્રમાણમાં દૂધ અને માખણ ખાય છે અને નહાવાનું ઓછું રાખે છે. જ્યારે તેઓ રોજ નહાય છે અને સાફ સફાઈ પણ રાખે છે. દેવામાં જો તેઓ ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ કરવા લાગશે તો તેમાંથી પણ દુર્ગંધ આવશે. આ વિચારના કારણે જ તેઓ દૂધ ઘી મલાઈ જેવી વસ્તુઓ ખાવાથી દૂર રહે છે. જોકે સમયની સાથે અહીં પણ પરિસ્થિતિ બદલાઈ રહી છે અને હવે ઘણા લોકો અહીં પશુપાલન કરી રહ્યા છે. જોકે પશુપાલન નું મુખ્ય કારણ દૂધ નહીં પરંતુ પશુના માંસ ની જરૂરિયાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news