કિમ જોંગ ઉનની બહેન પણ તાનાશાહથી ઓછી નથી, સાઉથ કોરિયાને આપી આ ધમકી

સાઉથ કોરિયાએ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગની ધમકીઓથી ઘૂંટણિયા ટેકી ધીધા છે. સાઉથ કોરિયાએ કિમ યો જોંગની માગના દબાણ હેઠળ નવા કાયદા ઘડવાનો નિર્ણય કર્યો છે.
કિમ જોંગ ઉનની બહેન પણ તાનાશાહથી ઓછી નથી, સાઉથ કોરિયાને આપી આ ધમકી

સિઓલ: સાઉથ કોરિયાએ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગની ધમકીઓથી ઘૂંટણિયા ટેકી ધીધા છે. સાઉથ કોરિયાએ કિમ યો જોંગની માગના દબાણ હેઠળ નવા કાયદા ઘડવાનો નિર્ણય કર્યો છે.

સાઉથ કોરિયાની બોર્ડર પર નોર્થ કોરિયા વિરોધી પત્રિકાઓ ફરકાવી હતા. કિમ યો જોંગે તેનો આકરો વિરોધ કર્યો હતો, ત્યારબાદ સાઉથ કોરિયાની સરકારે કહ્યું છે કે તે કૂટનીતિક ઉદ્દેશો અને હિતોને જોખમમાં મૂકે તેવા વિરોધ પ્રદર્શન કરવા જેવા પગલા પર પ્રતિબંધ મૂકવા માટે નવા કાયદા લાવશે. આ વિશે ડેઇલી મેલે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, બોર્ડર પર સામાજિક કાર્યકર્તાઓ અને નોર્થ કોરિયા છોડી સાઉથ કોરિયામાં આવેલા લોકોએ ફુગ્ગાઓ દ્વારા નોર્થ કોરિયા વિરોધી પત્રિકાઓ ફરકાવી હતા. આ પત્રિકાઓ કિમના પરમાણુ કાર્યક્રમો અને માનવાધિકારના દમનનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે સાઉથ કોરિયાને આ અંગે ચેતવણી આપી હતી અને તેઓને કાર્યકરો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

એક નિવેદનમાં, કિમ જો જોંગે નોર્થ કોરિયાથી સાઉથ કોરિયા જતાં લોકોને 'મોંગ્રેલ ડોગ્સ' કહ્યું જેમણે તેમના વતન સાથે દગો કર્યો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે તેઓ તેમની જવાબદારી વિશે જણાવવામાં આવે. કિમ જો જોંગે સાઉથ કોરિયાને સૈન્ય કરાર સમાપ્ત કરવાની ધમકી આપી હતી. ધમકી આપીને એમ પણ કહ્યું હતું કે, નોર્થ કોરિયા બંને દેશોની વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધોનું પ્રતીક લાયજન ઓફિસ અને ફેક્ટ્રી સાઈટને બંધ કરશે.

સિઓલના એક સરકારી અધિકારીના અહેવાલથી ધ ડેઇલી મેલે કહ્યું કે આ ફુગ્ગાઓએ કોઈ સારું નથી થયું, પરંતુ ફક્ત નુકસાન જ થયું છે. તેમજ આવી પ્રવૃત્તિઓ સંદર્ભે સરકાર કડકતા અપનાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news