Mr, Mrs, Miss જેવા શબ્દોની જગ્યાએ હવે આ દેશમાં આ એક જ શબ્દ વપરાશે!
આ પગલું જેન્ડર ન્યૂટ્રિલિટીને લઈને ઉઠાવવામાં આવ્યું છે. જો કે હજુ તો આ નિર્ણય પર મતદાન થશે, ત્યારબાદ જ આ નિર્ણય અમલમાં આવશે.
Trending Photos
બોર્નમાઉથ/લંડન: ઈંગ્લેન્ડની મોર્નમાઉથ, ક્રાઈસ્ટચર્ચ, અને ડિચની પૂલ કાઉન્સિલે એક નિર્ણય લીધો છે કે તેઓ દરેક નામની સામે લાગતા મિસ્ટર, મિસ કે મિસિસ જેવા લિંગની ઓળખ કરનારા શબ્દોનો પ્રયોગ નહીં કરે. તેની જગ્યાએ 'Mx' ટર્નો ઉપયોગ કરશે. આ પગલું જેન્ડર ન્યૂટ્રિલિટીને લઈને ઉઠાવવામાં આવ્યું છે. જો કે હજુ તો આ નિર્ણય પર મતદાન થશે, ત્યારબાદ જ આ નિર્ણય અમલમાં આવશે.
આઉટડેટેડ થયા મિસ્ટર, મિસ, ચેરમેન, મેડમ જેવા શબ્દો
મેટ્રો ડોટ કો ડોટ યુકેના અહેવાલ મુજબ કાઉન્સિલનું કહેવું છે કે મિસ્ટર, મિસ, ચેરમેન, મેડમ જેવા શબ્દો વિતેલા જમાનાના છે. જેમાં લિંગભેદ સ્પષ્ટપણે છલકાય છે. આવામાં અમે એક કોમન ટર્મ 'Mx' નો ઉપયોગ કરવા માંગીએ છીએ. આ કાઉન્સિલ હેઠળ આવનારા વિસ્તારની વસ્તી 3 લાખ 95 હજાર લોકોની છે અને તે સમગ્ર વસ્તીના નામની સામે એક જેવી જ ઓળખ રાખવા માંગે છે. આ નવો નિયમ જલદી કાઉન્સિલની મિટિંગમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ બાકી અધિકૃત જગ્યાઓ ઉપર પણ તેનું ચલણ શરૂ થશે.
પુરુષવાદી માનસિકતામાં ફેરફારની વાત
કાઉન્સિલે કહ્યું કે આ ફેરફાર એટલા માટે પણ જરૂરી છે કારણ કે પુરુષને લઈને એક અધિનાયકવાદી વલણ આપણા સમાજમાં રહેલું છે. પરંતુ 'Mx' નો ઉપયોગ તે દેખાડશે નહીં. આ બાજુ કાઉન્સિલની યોજના છે કે તેઓ આગળ મિસ્ટર કે મેડમ ચેરમેનની જગ્યાએ 'They' અને 'Chair' જેવા શબ્દોનો ઉપયોગ કરશે. આ પ્રસ્તાવ સ્વતંત્ર કાઉન્સિલર એલ. જે. ઈવાંસે લઈને આવ્યા. તેમણે કહ્યું કે આપણે લેખિતમાં કોઈ પણ લિંગનો ઉલ્લેખ કરતા બચવું જોઈએ. કારણ કે હવે જેન્ડરનો મુદ્દો 'જરૂરી' રહ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે