આ છે દુનિયાનો સૌથી મોંઘો કીડો, રાતો રાત કરોડપતિ બનાવી શકે છે, અધધ છે... કિંમત
Trending Photos
નવી દિલ્લીઃ દુનિયામાં ઘણા પ્રકારના જીવજંતુ જોવા મળે છે. તેમાનાં કેટલાક દુર્લભ હોય છે. આજે અમે તમને એક એવા જ જીવ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. ઘણા લોકોને પ્રાણીઓ પાળવાના શોખ હોય છે. આ માટે ઘણા રૂપિયા પણ ખર્ચે છે. પરંતુ શું તમે એવા કોઈ કીડા વિશે જાણો છો, જેને પાળવા માટે લોકો લાખો રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે. તમને કદાચ આ વાત પર વિશ્વાસ નહીં આવે, પરંતુ આ વાત સો ટકા સાચી છે.
આ ધરતી પર એક એવો દુર્લભ જીવ છે, જેને પાળવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી કાઢે છે. આ દુર્લભ કીડાની કિંમત એટલી બધી છે કે, તમે આ કિંમતમાં એક આલીશાન ઘર ખરીદી શકો. એકબાજુ જ્યાં લોકો જીવજંતુને નફરત કરે છે, ત્યાં બીજીબાજુ આ જીવને ખરીદવા માટે હોડ મચી જાય છે. ચાલો જાણીએ આ દુર્લભ કીડા વિશે જેને ખરીદવા લોકો લાખો રૂપિયા આપવા પણ તૈયાર થઈ જાય છે. આ કીડો રાતોરાત કરોડપતિ બનાવી શકે છે-
આ કીડાને લોકો ખરીદવા માગે છે, કારણકે તે માણસને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે. દુનિયાનો આ ખૂબ જ કિંમતી કીડો સ્ટૈગ બીટલના નામથી ઓળખાય છે. આ દુર્લભ કીડાનો આકાર બેથી ત્રણ ઈંચ હોય છે. માનવામાં આવે છે કે સ્ટૈગ બીટલનો સમાવેશ ધરતી પરનાં સૌથી નાના, અજીબ અને દુર્લભ પ્રજાતિમાં થાય છે. કદાચ જ કોઈ માણસ આ કીડાને ખરીદવા માટે 50 રૂપિયા પણ ખર્ચ કરે. પરંતુ લોકો તેને ખરીદવા માટે 1 કરોડ રૂપિયા પણ આપવા તૈયાર છે. સ્ટૈગ બીટલ લુકાનિડે પ્રજાતિનો કીડો છે. આ કીડો દુર્લભ હોવાનું કારણ તે ખૂબ જ મોંઘો વેચાય છે. કેવી રીતે કરવી કીડાની ઓળખ-
આ કીડો તેના માથા પર ઉગેલા કાળા કલરના નાના શિંગડાના કારણે સરળતાથી ઓળખાઈ જાય છે. કીડાનો આકાર સરેરાશ 2થી 4.8 ઈંચ જેટલો હોય છે. કેટલાક વર્ષો પહેલા એક જાપાની બ્રીડરે પોતાના સ્ટૈગ બીટલને અંદાજે 65 લાખમાં વેચ્યો હતો. આ કીડાને ખરીદવા માટે લોકો 1 કરોડ સુધીનો પણ ખર્ચ કરી શકે છે. લોકો આ કીડાને ખૂબ શોખથી પાળે છે. દાવા પ્રમાણે, આ કીડાના રસાયણનો ઉપયોગ ઘણી પ્રકારની ગંભીર બિમારીની દવા બનાવવામાં થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે