મેલબોર્નમાં આતંકવાદી હુમલાનું કાવતરૂં ઘડવાના આરોપમાં 3ની ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર તૂર્કી મૂળના ત્રણ વ્યક્તીની આખી રાત ચાલેલા દરોડા બાદ ધરપકડ કરવામાં આવી છે, તેઓ મેલબોર્નમાં ભીડવાળા વિસ્તારમાં હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા
Trending Photos
મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના મોલબોર્ન શહેરમાં આતંકવાદી હુમલાનું કથિત કાવતરૂં રચવાના આરોપ હેઠળ ત્રણ વ્યક્તિની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ એવા સમયે કરાઈ છે જ્યારે, ઈસ્લામિક સ્ટેટથી પ્રભાવિત થઈને લગભગ બે અઠવાડિયા પહેલા 9 નવેમ્બરના રોજ બે લોકો પર ધારદાર હથિયાર વડે જાહેરમાં હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના અનુસાર તૂર્કી મૂળના ત્રણ વ્યક્તિને આખી રાત ચાલેલી દરોડાની કાર્યવાહી બાદ ધરપકડ કરાયા છે. તેઓ મેલબોર્નમાં ભીડવાળા વિસ્તારમાં હુમલાની યોજના બનાવી રહ્યા હતા.
મુખ્ય પોલીસ કમિશનર ગ્રાહમ એશટને જણાવ્યું કે, ત્રણેય વ્યક્તિ આઈએસઆઈએસથી પ્રેરિત હતા, પરંતુ તેમને આ સંગઠન સાથે સીધો કોઈ સંબંધ ન હતો. તેમણે જણાવ્યું કે, અમને વિશ્વાસ છે કે આજે અમે ઉઠાવેલા આ પગલાથી આ સમૂહના સમુદાયના કોઈ પણ ખતરાને સમાપ્ત કરી દેવાયો છે.
ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિના નામ જાહેર કરાયા નથી. માર્ચ મહિનાથી આ ત્રણેય વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધીઓ ઉપર ધ્યાન રાખવામાં આવતું હતું. 9 નવેમ્બરના હુમલા બાદ આ ત્રણેય વધુ સક્રિય થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, મેલબોર્ન શહેરમાં એક વ્યક્તિએ થોડા દિવસ પહેલા શહેરના મુખ્ય વિસ્તારમાં કારને આગ લગાડી દીધી હતી અને ત્રણ લોકો પર ચાકૂ વડે હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. વિદેશી નાગરિકોને નિશાન બનાવાના ઈરાદા સાથે કરાયેલા આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.
પોલીસ દ્વારા હુમલાખોર પર ગોળી દ્વારા વળતો પ્રહાર કરાયા બાદ હુમલાખોરનું પણ હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે