આખેઆખી પારદર્શી માછલી, એક કાંટો પણ નથી શરીરમાં, જોઈને વિશ્વાસ નહિ થાય

Transparent fish viral video : ટ્વિટર એકાઉન્ટ @ThebestFigen પર હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક ટ્રાન્સપરન્ટ માછલી (Transparent fish viral video) નજર આવી રહી છે. આ માછલી એટલી ટ્રાન્સપરન્ટ છે કે, જે વ્યક્તિએ તેને હાથમાં પકડી છે, તે તેની આંગળીઓની આરપાર દેખાઈ રહી છે
 

આખેઆખી પારદર્શી માછલી, એક કાંટો પણ નથી શરીરમાં, જોઈને વિશ્વાસ નહિ થાય

Transparent fish viral video : વિશ્વમાં તો વિચિત્ર જીવો હોઈ શકે છે કે કદાચ સામાન્ય માણસ તે બધા વિશે જાણતા નથી. ભારતમાં રહેતી વ્યક્તિને નહિ ખબર હોય કે અમેરિકાના કોઈ જંગલમાં રહેતુ ચોંકાવનારું જીવ કયું છે. તો બ્રાઝિલમાં કોઈ બીજું અજીબ પ્રકારનું જીવ હશે. તો ઓસ્ટ્રેલિયાના વિચિત્ર જીવ અલગ હશે. સોશિયલ મીડિયાના યુટ્યુબમાં સામાન્ય રીતે આ પ્રકારના અજીબોગરીબ જીવોની તસવીરો અને વીડિયોઝ સામે આવતા રહે છે અને પછી જઈને લોકોને ખબર પડે છે. હાલ દિવસોમાં એક પારદર્શક માછલી (પારદર્શક માછલીનો વિડિયો) ને જોઈને લોકો તેને વિચિત્ર કહી રહ્યાં છે. 

આ માછલી વિશે એમ જણાવીએ કે, એક વાયરલ વીડિયો (Transparent fish fake or real) કે તેમાં દર્શાવેલ બાબતો સાચી છે અથવા નથી. કારણ કે, સોશિયલ મીડિયા પર ફેક વીડિયો પણ વાયરલ થતા રહે છે. આ કારણથી અમે દાવો નથી કરતા કે આ વાયરલ વીડિયો સાચો છે કે નહિ. આ માછલી બહુ જ ચોંકાવનારી છે, જો વાસ્તવમાં આ જીવ છે તો કુદરતને આ હેરતઅંગેજ કલા વિશે સલામ કરવી પડે.

 

— The Best (@ThebestFigen) August 1, 2023

 

પારદર્શક માછલી નજર આવી 
Twitter પર @ThebestFigen પર તાજેતરમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ટ્રાન્સપેરન્ટ માછલી (Transparent fish viral video) નજર આવી રહી છે. આ માછલી એટલી ટ્રાન્સપેરન્ટ છે કે વ્યક્તિ તેના હાથમાં પકડે છે, તેની આંગળીઓની આરપાર માછલી નજર આવી રહી છે. તેના કરતા પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે, માછલીના શરીરમાં કોઈ અંગ દેખાઈ નથી રહ્યાં, માત્ર આંખ દેખાઈ રહી છે. માછલીને હાથથી અહી તહી ફેરવીને પણ બતાવવામાં આવી રહી છે, છતાં કંઈ નજર આવી નથી રહ્યું. 

વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયોને 14 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. કેટલાય લોકોએ આ વિશે પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક વ્યૂઅરે પૂછ્યું કે, કોઈ અંગ વગરની આ માછલી જીવિત કેવી રીતે રહી છે. બીજાએ કહ્યું કે, જો કોઈ મોટી શિકારી જીવ આ રીતે પારદર્શક બની જાય તો શું થશે! એકે કહ્યું કે, માછલીના અંગ પણ ટ્રાન્સપરન્ટ બની જશે. તે કારણે તે નજર નથી આવી રહ્યાં. કેટલાક લોકોને આ વીડિયો પર શંકા પણ થઈ રહી છે. લોકોએ આ માછલીને નકલી ગણાવી છે. કોઈ પણ આ માછલીનું નામ નથી જણાવતું. નેશનલ જિયોગ્રાફિકની એક યુટ્યુબ વીડિયો અને મોન્ટેરે બે એક્વેરિયમની એક રિપોર્ટ અનુસાર, કુજરતમાં એક પારદર્શી માછલી હોય છે જે બેરેલ આઈ ફિશ કહેવાય છે. પરંતુ તે વીડિયોમાં દેખાતી આ માછલી કરતા સાવ અલગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news