VIDEO: રશિયામાં 9/11 જેવો ભયંકર હુમલો, સારાતોવમાં સૌથી ઉંચા બિલ્ડીંગ સાથે ડ્રોન અથડાયું
Ukraine drone attack : મોદી યુક્રેન જઈને રિટર્ન આવ્યા બાદ આજે યુક્રેને રશિયા પર સૌથી ભયંકર હુમલો કર્યો છે. અમેરિકામાં 9/11ના હુમલાની જેમ એક યુક્રેનિયન ડ્રોન સારાતોવની સૌથી ઊંચી ઈમારતને ટક્કરાયું છે. યુક્રેને રશિયા પર 20 ડ્રોનથી હુમલો કર્યો હતો. જેમાં સૌથી વધુ 9 ડ્રોન હુમલા સારાતોવમાં કરવામાં આવ્યા છે.
Trending Photos
Russia saratov tallest building video : 26 ઓગસ્ટ 2024 ના રોજ, યુક્રેને રશિયા પર મોટો હુમલો કર્યો છે. આ વખતે યુક્રેનની સેનાએ રશિયાના સારાતોવમાં સૌથી ઉંચી ઈમારતને નિશાન બનાવી છે. યુક્રેનિયન સેનાનું એક ડ્રોન સારાતોવમાં એક રહેણાંક મકાન સાથે અથડાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મોટા હુમલામાં અડધી ઇમારતને નુકસાન થયું છે અને આ હુમલામાં એક મહિલા ખરાબ રીતે ઘાયલ થઈ હોવાનું સ્થાનિક ગર્વનરનો અહેવાલ છે.
ટેલિગ્રામ મેસેજિંગ એપ પર, સારાતોવના ગવર્નર રોમન બુસર્ગિને કહ્યું કે રશિયાના સારાતોવવ શહેરમાં એક મકાન પર ડ્રોનથી હુમલો કરાયો છે. જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તેની સારવાર ચાલી રહી છે અને ડોકટરો તેનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ, ગવર્નરે કહ્યું હતું કે રાજધાની મોસ્કોથી દક્ષિણ-પૂર્વમાં કેટલાક સો કિલોમીટર દૂર સ્થિત પ્રદેશના મુખ્ય શહેરો સારાતોવ અને એંગલ્સમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં કટોકટી સેવાઓ બંધ કરવામાં આવી છે.
WATCH: Drone crashes into high-rise building in Saratov, Russia pic.twitter.com/IIf1TU7ijg
— BNO News (@BNONews) August 26, 2024
યુક્રેને શરૂઆતમાં 20 ડ્રોનથી હુમલો કર્યો હતો, સૌથી વધુ 9 ડ્રોન દ્વારા સારાતોવમાં હુમલો કરવામાં આવ્યો છે. આ સિવાય કુર્સ્ક પર 3 ડ્રોન, બેલગોરોડ ઓબ્લાસ્ટ પર 2, બ્રાંન્સ્ક પર 2, તુલસ્કાયા પર 2, ઓર્લોવસ્કાયા પર 1 અને રિયાઝાન પ્રદેશમાં 1 ડ્રોન દ્રારા હુમલો કરાયો છે. રશિયાના એંગલ્સમાં એક વ્યૂહાત્મક મોસ્કો બોમ્બર લશ્કરી બેઝ છે, જે પર ફેબ્રુઆરી 2022 થી યુક્રેન દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. જો કે, યુક્રેનની સરહદથી કેટલાક સો કિલોમીટર દૂર આવેલા બેઝ પરના આ હુમલામાં કોઈ નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
23 ઓગસ્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી. લગભગ અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદી પહેલીવાર યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા હતા. પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને બંને વચ્ચે લગભગ 3 કલાક સુધી મુલાકાત ચાલી હતી. મોદીએ અહીં યુદ્ધ નહીં પણ શાંતિથી વાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે