બોયફ્રેન્ડના ખોળામાં બેસીને રોમાન્સ કરતી હતી પત્ની, અચાનક આવી ગયો પતિ, પછી જે થયું....જુઓ Video
સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે કે જાણીને તમે પણ દંગ રહી જશો. પત્નીની રંગરેલિયા અચાનક પતિ આવી જતા ખુલી જાય છે અને પછી તો જે થાય છે....જુઓ આ વીડિયો.
Trending Photos
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અવારનવાર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ક્યારેક લફરાના એટલે કે એક્સ્ટ્રા મેરિટલ અફેરના વીડિયો પણ વાયરલ થઈ જાય છે. આજે અમે તમને એવો જ એક શોકિંગ વીડિયો બતાવીશું જેમાં દગાબાજ પત્નીનું નાટક તમને જોવા મળશે. વીડિયોમાં બંધ રૂમની અંદર મહિલા તેના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવામાં મગ્ન હોય છે અને અચાનક પતિ બારણું ખોલીને ઘરમાં આવી જાય છે. ત્યારે મહિલા ઘૂંટણીયે બેસીને એવી હરકત કરવા લાગે છે કે બે ઘડી તો તમે પણ વિચારમાં પડશો કે આખરે આ શું કરે છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘરનો દરવાજો બંધ છે. અંદર મહિલા તેના બોયફ્રેન્ડના ખોળામાં બેઠી છે. બંને એકબીજા સાથે રોમાન્સ કરવાના મૂડમાં છે. અચાનક ત્યારે જ દરવાજો ખુલે છે અને મહિલાનો પતિ અંદર આવી જાય છે. દરવાજો ખુલતા જ મહિલા ઉછળીને જમીન પર બેસી જાય છે. મહિલાના પતિને જોઈને તેનો બોયફ્રેન્ડ પણ એક પળ માટે તો ડરી જાય છે અને પોતાના બંને હાથ ઉપર ઉઠાવી લે છે. એવું લાગે જાણે ડરથી તેણે સરેન્ડર કરી નાખ્યું. પરંતુ મહિલા ચાલ ચલે છે. ઘૂંટણીયે પડીને તે પોતાના બોયફ્રેન્ડ પાસે આશીર્વાદ માંગે છે. ઓફિસથી આવેલો પતિ વિચારમાં પડી જાય છે. બોયફ્રેન્ડ પણ જાણે એવી રીતે આશીર્વાદ આપવા લાગે છે. આમ જોઈને પતિ પણ તરત ઘૂંટણીયે બેસી જાય છે.
જો કે આ દરમિયાન પતિ અને પત્ની ઘૂંટણીયે જમીન પર બેઠા છે જ્યારે મહિલાનો બોયફ્રેન્ડ આશીર્વાદ આપતો હોય તેવો ડોળ કરે છે. જો કે આ વીડિયો મનોરંજનના હેતુથી બનાવેલો હોય તેવું લાગે છે. કારણ કે આ મહિલાના પતિ બનેલા વ્યક્તિએ પોતે તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. મહિલાના પતિ બનેલા વ્યક્તિનું નામ એબુકા એજ(Ebuka Eze) છે જે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. ઈન્સ્ટાગ્રામ પર એબુકાના આ વીડિયોને લોકો ખુબ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં એક કરોડ 55 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. જ્યારે 2 લાખ 58 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો પર ઢગલો કમેન્ટ્સ આવી છે.
(Disclaimer: આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલો વીડિયો છે, ZEE 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે