Blueberry Farming: માર્કેટમાં 1000 રૂપિયે કિલો વેંચાતી બ્લુબેરી તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે
Blueberry Farming: આધુનિક પદ્ધતિના કારણે ભારતના દરેક રાજ્યમાં હવે લીચી, મશરૂમ, ડ્રેગન ફ્રુટ, સ્ટ્રોબેરી જેવા ફળની ખેતી શક્ય છે. પ્રગતિશીલ ખેડૂતો વિવિધ વસ્તુઓની ખેતી કરી લાખો રુપિયાનો નફો કમાઈ શકે છે. તેમાં સૌથી વધુ નફો બ્લુબેરીની ખેતી કરવાથી મળે છે.
Trending Photos
Blueberry Farming: ખેતીથી થતા ફાયદાને જાણીને આજના સમયમાં ભણેલા ગણેલા યુવાનો પણ ખેતી કરવામાં રસ ધરાવવા લાગ્યા છે. મોર્ડન અને વૈજ્ઞાનિક ઢબે થતા ફાર્મિંગ થી આજના સમયમાં ઓછા ખર્ચ છે લાખો રૂપિયાની કમાણી ખેતી દ્વારા કરી શકાય છે. આજના સમયમાં યુવા ખેડૂતો લીચી, મશરૂમ, ડ્રેગન ફ્રુટ, સ્ટ્રોબેરી જેવા ફળ ની ખેતી કરીને વર્ષો લાખો રૂપિયાનો નફો મેળવે છે. આધુનિક ટેકનોલોજી ના કારણે આ બધી જ વસ્તુની ખેતી ભારતમાં પણ શક્ય છે. આવી જ એક વસ્તુ છે જેની ખેતી કરીને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો.
આ પણ વાંચો:
આ ખેતી છે બ્લુબેરીની. દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતો બ્લુબેરીની ખેતી કરીને લાખોનો નફો કમાઈ રહ્યા છે. આ ફળ બજારમાં 1000 રૂપિયા કિલોના ભાવથી વેચાય છે. બ્લુબેરી એક સુપર ફુડ છે જે ખૂબ જ લોકપ્રિય છે. જોકે ભારતમાં હાલ તેનું ઉત્પાદન ઓછું હોવાથી અમેરિકાથી પણ તેમને ઈમ્પોર્ટ કરવામાં આવે છે.
બ્લુબેરીની ખેતી કરવાની ખાસ વાત એ છે કે એક વખત તેનું વાવેતર થયા પછી દસ વર્ષ સુધી બ્લુબેરીનું ઉત્પાદન થઈ શકે છે. ભારતની વાત કરીએ તો એપ્રિલ થી મે મહિના દરમિયાન બ્લુબેરીના છોડ રોપવામાં આવે છે. દસ મહિનામાં જ આ છોડ ઉપર ફળ આવવા લાગે છે. ફેબ્રુઆરી થી માર્ચ મહિના દરમિયાન તમે ફળ ઉતારી શકો છો જે જૂન મહિના સુધી આવે છે. ચોમાસા ચોમાસા પછી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં છોડમાં નવી શાખા આવે છે અને ફૂલ પણ આવવા લાગે છે. બ્લુબેરીના છોડની યોગ્ય સંભાળ લેવાથી તેની ઉત્પાદન ક્ષમતા વધતી જાય છે.
એક એકરની જમીનમાં બ્લુબેરીના 3000 છોડ લગાડી શકાય છે. એક છોડમાંથી બે કિલો બ્લુબેરી ઉતરી શકે છે. બ્લુબેરીની માર્કેટ પ્રાઇસ 1000 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી મળતી હોય છે. આ રીતે જો ઉત્પાદન સારું હોય તો તમે એક વર્ષમાં 6,000 કિલો બ્લુબેરી વેચી 60 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે