Gujarat Farmers: ઠંડી ઓછી પડતા કેરીની પથારી ફરી! જાણો હજુ કેમ નથી લાગ્યા આંબા પર ફૂલ
Gujarat Farmers: ભરૂચ જિલ્લામાં ભરૂચ અંક્લેશ્વર સહિત વાલિયા, ઝઘડિયા અને નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘણા ખેડૂતોએ હવે આંબાવાડી કરી છે. જોકે, આ વર્ષે આંબાવાડીના માલિકો તેમજ ઈજારદારોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે. ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહ્યું છે. જેની અસર આંબાના પાક પર પડી રહી છે.
Trending Photos
ભરત ચુડાસમા, ભરૂચ: ભરૂચ જિલ્લામાં આંબા પર ડિસેમ્બરથી લાગતાં ફૂલ ફેબ્રુઆરીમાં પણ નહિ લાગતાં ખેડૂતો ચિંતિત બન્યાં છે. શિયાળો નહીં જામતા આંબા પર માત્ર 30થી 40 ટકા ફૂલ લાગ્યાં છે. તો આ વર્ષે કેરીની મજા ફિકકી પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ચાલુ વર્ષે કેરીનું ઉપ્તાદન ઘટવાની શક્યતાં હોવાથી કિંમતમાં પણ વધારો થઈ શકે છે.
ઠંડી ઓછી પડતા આંબા પર અસરઃ
ભરૂચ જિલ્લામાં આ વર્ષે ઠંડીની અસર ઓછી રહી છે. જેની અસર ફળોનો રાજા એટલે એક આંબાની ખેતી પર સ્પષ્ટ દેખાઈ રહી છે. સામન્યતઃ ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં આંબા પર ફુલ લાગી જતાં હોય છે. જોકે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનો અડધો પુર્ણ થઇ ગયો છે. ત્યારે હજી સુધી 30થી 40 ટકા જેટલાં જ ફુલ લાગ્યાં હોઈ આ વર્ષે કેરીનો સ્વાદ ફિકો પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે
ભરૂચ જિલ્લામાં ભરૂચ અંક્લેશ્વર સહિત વાલિયા, ઝઘડિયા અને નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘણા ખેડૂતોએ હવે આંબાવાડી કરી છે. જોકે, આ વર્ષે આંબાવાડીના માલિકો તેમજ ઈજારદારોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે. ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહ્યું છે. જેની અસર આંબાના પાક પર પડી રહી છે. શિયાળાની મોસમમાં સળંગ દશેક દિવસ સુધી હાડ થીજવતી ઠંડીની મોસમ રહે ત્યારે આંબા પર ફુલ લાગતાં હોય છે. તેમ બાગાયતી ખેતી કરતાં ખેડૂતોએ જણાવ્યું છે.
હજુ નથી લાગ્યા આંબા પર ફૂલઃ
આ વર્ષે તાપમાન માંડ થોડા દિવસ જ 11- 12 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. દિવસનું તાપમાન પણ ઉચુ રહેતાં સામાન્ય રીતે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આંબા પર ફુલ લાગતાં હોય છે તેના બદલે ફેબ્રુઆરીનો અડધો મહિનો પૂર્ણ થવા છતાં માત્ર 30થી 40 ટકા જ ફૂલ લાગ્યાં છે. જેના કારણે આ વર્ષે કેરીનો સ્વાદ ફિકો પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ફેબ્રુઆરીના અંતિમ 10 દિવસમાં પણ વાતાવરણમાં બદલાવ સાથે ઠંડીનું સારૂ મોઝું જિલ્લામાં ફરી વળે તો ઉપ્તાદનમાં થોડો ફાયદો થાય તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે