Adani Supreme Court Verdict: હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો; SIT તપાસનો ઈન્કાર, અદાણી ગ્રુપના શેરોમાં આજે જબરદસ્ત તેજી

Adani Supreme Court Judgement: અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનું માનવું છે કે તપાસને સેબી પાસેથી SIT ને ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી. ચીફ જસ્ટિસે બે વાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સેબીના નિયામક માળખામાં પ્રવેશ કરવાની આ કોર્ટની શક્તિ મર્યાદિત છે. 

Adani Supreme Court Verdict: હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો; SIT તપાસનો ઈન્કાર, અદાણી ગ્રુપના શેરોમાં આજે જબરદસ્ત તેજી

Adani Supreme Court Decision: અદાણી હિંડનબર્ગ કેસ પર સુપ્રીમ કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે SIT ને તપાસ સોંપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે એકવાર ફરીથી કહ્યું કે સેબીની તપાસ પર કોઈ પણ પ્રકારની શંકા નથી. સુપ્રીમ કોર્ટ તરફથી કેસમાં સેબીને તપાસ માટે 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. કોર્ટે આ કેસમાં 24 નવેમ્બરના રોજ અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અરજીકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે અદાણી ગ્રુપ દ્વારા શેરોના મૂલ્યમાં હેરાફેરી કરવામાં આવી. આ મામલે ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે સેબી તપાસ, વિનિયમોનું તે સમર્થન કરે છે. 

અત્રે જણાવવાનું કે ગત વર્ષે 24 જાન્યુઆરીના રોજ અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી જૂથ વિશે એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર શેરોની કિંમતમાં છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે અદાણી ગ્રુપે આ આરોપો ફગાવ્યા હતા. પરંતુ આ રિપોર્ટના કારણે શેરોમાં ભારે અફરાતફરી જોવા મળી અને ભાવ તળિયે આવી ગયા હતા. કોર્ટે માર્કેટ રેગ્યુલેટર સેબીને આ મામલે તપાસ કરવાનું કહ્યું હતું. સેબીએ ઓગસ્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો અને 28 નવેમ્બરના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 

Supreme Court declines to order SIT probe in Adani-Hindenburg issue.

— ANI (@ANI) January 3, 2024

ચુકાદાના મહત્વની વાતો

- અદાણી-હિંડનબર્ગ કેસમાં ચુકાદો આપતા ચીફ જસ્ટિસે બે વાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સેબીના નિયામક માળખામાં પ્રવેશ કરવાની આ કોર્ટની શક્તિ મર્યાદિત છે. 
- એફપીઆઈ અને એલઓડીઆર નિયમો પર પોતાના સંશોધનનો રદ કરવા માટે સેબીને નિર્દેશ આપવા માટે કોઈ માન્ય આધાર ઉઠાવવામાં આવ્યો નથી. નિયમોમાં કોઈ ખામી નથી. કોર્ટે કહ્યું કે સેબીની તપાસ પર શક કરી શકાય નહીં. 
- કોર્ટે કહ્યું કે સેબીએ 22માંથી 20 કેસમાં તપાસ પૂરી કરી લીધી છે. સોલિસિટર જનરલના આશ્વાસનને ધ્યાનમાં રાખતા અમે સેબીને અન્ય બે કેસમાં 3 મહિનાની અંદર તપાસ પૂરી કરવાનો નિર્દેશ આપીએ છીએ. 
- સુપ્રીમ કોર્ટનું માનવું છે કે તપાસને સેબી પાસેથી SIT ને ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી. ઓસીસીપીઆરના રિપોર્ટને સેબીની તપાસ પર શંકા તરીકે જોઈ શકાય નહીં. OCCPR રિપોર્ટ પર નિર્ભરતાને ફગાવવામાં આવી છે. 
- સુપ્રીમ કોર્ટે વિશેષજ્ઞ સમિતિના સભ્યો તરફથી હિતોના ટકરાવ મામલે અરજીકર્તાઓની દલીલોને ફગાવી દીધી. 
- સીજેઆઈએ કહ્યું કે ભારત સરકાર અને સેબી ભારતીય રોકાણકારોના હિતોને મજબૂત કરવા માટે સમિતિની ભલામણો પર વિચાર કરશે. ભારત સરકાર અને સેબીએ આ અંગે ધ્યાન આપે કે શોર્ટ સેલિંગ પર હિંડનબર્ગ રિપોર્ટથી ક્યાંક કાયદાનો ભંગ થયો છે અને જો હા તો કાયદા પ્રમાણે કાર્યવાહી કરે. 
- કોર્ટે કહ્યું કે તપાસ ટ્રાન્સફર કરવાની શક્તિનો પ્રયોગ અસાધારણ પરિસ્થિતિઓમાં થવો જોઈએ. નક્કર સમર્થનના અભાવમાં આવી શક્તિઓનો ઉપયોગ થઈ શકે નહીં. 
- સીજેઆઈએ કહ્યું કે વૈધાનિક નિયામક પર સવાલ ઉઠાવવા માટે અખબારોના રિપોર્ટ્સ અને ત્રીજા પક્ષના સંગઠનો પર  ભરોસો કરવો એ આત્મવિશ્વાસને પ્રેરિત કરતું નથી. તેમને ઈનપુટ  તરીકે ગણી શકાય પરંતુ સેબીની તપાસ પર શંકા કરવા માટે નિર્ણાયક પૂરાવા નથી. 
- ચુકાદો આપતા કહ્યુ કે જનહિત અરજીઓને સામાન્ય નાગરિકો સુધી પહોંચ પ્રદાન કરવા માટે વિક્સિત કરવામાં આવી છે. એવી અરજીઓ કે જેમાં પૂરતા રિસર્ચની કમી છે અને અપ્રમાણિત રિપોર્ટ પર આધારિત છે તેમને સ્વીકારી શકાય નહીં. 

શું હતું હિંડનબર્ગના રિપોર્ટમાં?
હિંડનબર્ગ રિસર્ચના વિસ્ફોટક રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અનેક આરોપ લગાવવામાં આવ્યા હતા. તેમાં શેરોની કિંમત સાથે છેડછાડ અને કોર્પોરેટ ગવર્નન્સ સંલગ્ન ગડબડીઓ સામેલ હતી. કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં ચાર અરજીઓ દાખલ કરવામાં આવી હતી. માર્ચમાં સુપ્રીમ કોર્ટે આ આરોપોની તપાસ માટે છ સભ્યોની કમિટી બનાવી હતી. કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે આ કેસમા સેબી તરફથી નિયામકીય નિષ્ફળતાનું તારણ કાઢવાનું શક્ય નથી. 

ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ રિપોર્ટ સોંપવા જણાવ્યું. સેબીએ ઓગસ્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો. નવેમ્બરમાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કમિટી પર હિતોના ટકરાવનો આરોપ લગાવ્યો. તેમનો આરોપ હતો કે સેબીએ આ મામલે યોગ્ય તપાસ કરી નથી. 28 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખતા કહ્યું કે અદાણી ગ્રુપ વિશે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સાચો માની શકાય નહીં. આ ટિપ્પણીથી અદાણી ગ્રુપના શેરોમાં ખુબ તેજી જોવા મળી. 

અદાણીના શેરોમાં આજે ભારે તેજી
ભારતીય શેરબજાર આજે એટલે કે 3 જાન્યુઆરીના રોજ લાલ નિશાન પર કારોબારની શરૂઆત કરતું જોવા મળ્યું. અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજારના બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઘટાડા સાથે જોવા મળ્યા છે. જો કે આમ છતાં અદાણી ગ્રુપના શેરોમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ચુકાદો આવ્યો તે પહેલાથી જ ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ સાથે અદાણી ટોટલ ગેસ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી વિલ્મર, એનડીટીવી, એસીસી અને અંબુજા સિમેન્ટ્સ સહિત અદાણી ગ્રુપના તમામ શેર લીડ સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. અદાણી ગ્રુપની કંપનીઓમાં સૌથી વધુ અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં વધારો જોવા મળ્યો છે. 

અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર સવારે લગભગ 10 વાગે 7.24 ટકા ઉછળીને 3,144.80 રૂપિયા પર જોવા મળ્યા હતા. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના શેર 5.62 ટકા વધીને 1139 રૂપિયા પર પહોંચી ગયા. અદાણી ટ્રાન્સમિશનના શેરોમાં 15.77 ટકાનો વધારો જોવા મળ્યો. તે 1230 રૂપિયા પર પહોંચી ગયા. જે 52 વીક હાઈલેવલ ની નજીક છે. અદાણી ટોટલ ગેસના શેર પણ 10 ટકા વધીને 1100.95 રૂપિયા પર પહોંચી ગયા. અદાણી ગ્રીન એર્જીના શેર 8.23 ટકાના વધારા સાથે 1735.60 રૂપિયા પર જોવા મળ્યા. અદાણી પાવરના શેર 5 ટકા વધીને 544.50 રૂપિયા અને અદાણી વિલ્મર 7.31 ટકા વધારા સાથે 393.40 રૂપિયા પર કારોબાર કરતા જોવા મળ્યા. આ ઉપરાંત અદાણી ગ્રુપની અન્ય કંપનીઓ જેમ કે એસીસી, એનડીટીવી અને અંબુજા સિમેન્ટ પણ વધારા સાથે જોવા મળ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news