કોઇપણ પુરાવા અને ડોક્યૂમેંટ વિના બનાવો Aadhaar, આ છે સરળ રીત

કોઇપણ પુરાવા અને ડોક્યૂમેંટ વિના બનાવો Aadhaar, આ છે સરળ રીત

ભલે આધાર કાર્ડની અનિવાર્યતા દરેક જગ્યાએ ન હોય, પરંતુ સરકારી યોજનાઓ માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. અત્યાર સુધી આધારને દરેક જગ્યાએ ફરજિયાત બનાવવાનું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ ફક્ત સરકારી યોજનાઓ, ઇનકમ ટેક્સ રિફંડ અને કેટલીક જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યું નથી તો બનાવી દો. હવે ડોક્યુમેંટ વિના (ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, પાસપોર્ટ અથવા વોટર આઇડી કાર્ડ) વિના પણ આધાર કાર્ડ સરળતાથી બનાવી શકાય છે. 

પરિવાર કરશે મદદ
કોઇ ડોક્યુમેંટ ન હોવાની સ્થિતિમાં તમારા પરિવારના સભ્ય મદદ કરી શકે છે. તેના માટે એ જરૂરી છે કે પરિવારના મુખિયાનું આધાર કાર્ડ બનેલું હોવું જોઇએ. જો આમ હશે તો તે પરિવારના બીજા સભ્યોને આધાર બનાવવામાં મદદગાર સાબિત થઇ શકે છે. તે પરિવારના સભ્યનું એનરોલમેંટ કરાવી શકે છે. તેમાં IDAI કેંદ્વ તમારા પરિવારના મુખિયા સાથે રિલેશનનો પુરાવો માંગી શકે છે.

જો આ પણ શક્ય નથી, ત્યારે પણ આધાર બનાવવામાં કોઇ સમસ્યા નડશે નહી. તમે આધાર કેંદ્વ પર હાજર ઈંટ્રોડ્યૂસરની મદદ લઇ શકો છો. રિજસ્ટ્રાર આ ઇંટ્રોડ્યૂસરને નોટિફાઇ કરે છે. તેનો આધાર નંબર વૈધ ગણાવ્ય છે. 

જો આધાર ખોવાઇ જાય તો શું?
બીજી તરફ, જો તમારું આધાર કાર્ડ ખોવાઇ જાય છે તો ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ અમે તમને એક રીત જણાવીશું જેની મદદથી આધાર કાર્ડ ખોવાઇ જાય ત્યારે પણ તમારું કામ સરળતાથી થઇ જશે. તેના માટે UIDAI ને mAadhaar મોબાઇલ એપ લોંચ કરી છે. આ એપને તમારા મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ તમારો આધાર તમારા મોબાઇલમાં હશે. જોકે mAadhaar એપને યૂજ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો જરૂરી છે.

જો તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નથી તો તમારા આધાર સેંટર જઇને નવો નંબર અપડેટ કરવો પડશે. આ એપમાં QR કોડ અને ઈ-KYCનું ફીચર આપવામાં આવ્યું છે. કોઇપણ જગ્યાએ તેનો ઉપયોગ આધાર કાર્ડની માફક કરી શકાય છે. 

આ રીતે ડાઉનલોડ કરો M Aadhaar
Google પ્લે સ્ટોર પર જાવ
એપ ડાઉનલોડ કરી લોએપને પાસવર્ડથી સુરક્ષિત કરી લો
એપ ખોલતાં આધાર નંબર નાખવો પડશે અને અન્ય જાણકારીઓ ભરવી પડશે. 
રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે.
ઓટીપી નાખ્યા બાદ આ એપ સંપૂર્ણપણે વેરીફાઇ થઇ જશે. 
તમે બાયોમેટ્રિક ડેટા લોક અને અનલોક કરી શકશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news