Bank Holiday in October: ઓક્ટોબર મહિનામાં આવશે અનેક તહેવારો, 16 દિવસ બેન્ક રહેશે બંધ
Bank holiday in October દર રવિવાર અને બીજા-ચોથા શનિવારે બેન્ક બંધ રહેશે. આ સિવાય તહેવારોમાં પણ બેન્કમાં રજાઓ હોય છે. ઓક્ટોબર મહિનામાં નવરાત્રિ-દશેરા સહિત ઘણા તહેવારો આવી રહ્યાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ એક સપ્તાહમાં સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે. ત્યારબાદ વર્ષનો દસમો મહિનો ઓક્ટોબર શરૂ થઈ જશે. તેવામાં તમારે તે જરૂર જાણી લેવું જોઈએ કે ઓક્ટોબર મહિનામાં કયા-કયા દિવસે બેન્ક બંધ રહેશે? આમ તો આજના સમયમાં ઘણી બેન્કિંગ સર્વિસ ઓનલાઇન કે પછી ડિજિટલ માધ્યમથી થઈ જાય છે.
આ સિવાય તમારે ઘણા કામો માટે બેન્ક જવુ પડે છે. તેવામાં તમારે જરૂર ચેક કરવુ જોઈએ કે ઓક્ટોબરમાં કયા દિવસે તમે બેન્ક સેવાનો લાભ લઈ શકશો નહીં. આ સિવાય બેન્ક રજાના દિવસે તમે કઈ બેન્ક સર્વિસનો લાભ ઉઠાવી શકો છો.
ઓક્ટોબરની ફેસ્ટિવ લિસ્ટ
ઓક્ટોબરમાં ઘણા પ્રકારના તહેવાર છે. આ કારણે બેન્કમાં રજાઓનું લિસ્ટ લાંબુ છે. દેશની કેન્દ્રીય બેન્ક એટલે કે ભારતીય રિઝર્વ બેન્કે ઓક્ટોબર મહિનામાં બેન્ક રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. આ મહિને લગભગ 16 દિવસ બેન્ક બંધ રહેશે. તેમાં રવિવારની રજાઓ સામેલ છે. જો તમે પણ બેન્ક જઈ કોઈ કામ કરવા ઈચ્છો છો તો આ રજાઓનું લિસ્ટ ચેક કરી શકો છો.
ઓક્ટોબરમાં રજાઓનું લિસ્ટ
તારીખ | કારણ | સ્થાન |
1 ઓક્ટોબર 2023 | રવિવાર | સર્વત્ર |
2 ઓક્ટોબર 2023 | મહાત્મા ગાંધી જયંતિ | સર્વત્ર |
8 ઓક્ટોબર 2023 | રવિવાર | સર્વત્ર |
14 ઓક્ટોબર 2023 | મહાલય | કોલકાતા |
15 ઓક્ટોબર 2023 | રવિવાર | સર્વત્ર |
18 ઓક્ટોબર 2023 | કટિ બિહુ | ગુવાહાટી |
21 ઓક્ટોબર 2023 | દુર્ગા પૂજા (સપ્તમી) | અગરતલા, ગુવાહાટી, ઇમ્ફાલ, કોલકાતા |
22 ઓક્ટોબર 2023 | રવિવાર | સર્વત્ર |
23 ઓક્ટોબર 2023 | દુર્ગા પૂજા (નવમી) | અગરતલા, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમ |
24 ઓક્ટોબર 2023 | દુર્ગા પૂજા (દશમી) | સર્વત્ર |
25 ઓક્ટોબર 2023 | દુર્ગા પૂજા | ગંગટોક |
26 ઓક્ટોબર 2023 | દુર્ગા પૂજા (દસૈન) | ગંગટોક, જમ્મુ, શ્રીનગર |
27 ઓક્ટોબર 2023 | દુર્ગા પૂજા (દસૈન) | ગંગટોક |
28 ઓક્ટોબર 2023 | લક્ષ્મી પૂજા | કોલકાતા |
29 ઓક્ટોબર 2023 | રવિવાર | સર્વત્ર |
31 ઓક્ટોબર 2023 | સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ | અમદાવાદ |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે