ચાંદીના પાયે ચાલશે શનિદેવ; 3 રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, સપનામાં પણ નહીં વિચાર્યું હોય એટલો ધનલાભ થશે!
જ્યોતિષ શાસ્ત્રમાં શનિનો સ્વભાવ સૌથી ક્રૂર હોવાનું મનાય છે. પરંતુ શનિ જો તમારા પર પ્રસન્ન થાય તો રંકને પણ રાજા બનાવી શકે છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ છે. આવામાં દરેક જાતક ક્યારેક તો શનિની સાડા સાતી કે ઢૈય્યાનો સામનો કરે છે. આ સિવાય શનિનો પાયો પણ હોય છે. જે શુભ અને અશુભ ફળ તેની સ્થિતિ પ્રમાણે આપે છે. અત્રે જણાવવાનું કે શનિની રાશિમાં ફેરફારની સાથે તે તમારી ચંદ્ર રાશિમાં કયા ભાવમાં બેઠા છે તેનાથી નિર્ધારિત કરાય છે. વર્ષ 2025માં શનિ મીન રાશિમાં ગોચર કરશે. આવામાં કેટલીક રાશિના જાતકોની કુંડળીમાં શનિ ચાંદીના પાયે ગોચર કરશે. આવામાં આ રાશિના જાતકોને લાભ મળી શકે છે.
ચાંદીના પાયે ચાલ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ જો કોઈ જાતકની કુંડળીમાં જન્મ રાશિથી 2, 5, 9માં ભાવમાં શનિ હોય તો ચાંદીનો પાયો બને છે. તે શુભ ફળ આપે છે. આવી વ્યક્તિની લાઈફસ્ટાઈલ ખુબ લક્ઝરી હોય છે. આવી વ્યક્તિ કુશળ અને શોખીન હોય છે. આવામાં વર્ષ 2025માં મીન રાશિમાં શનિના ગોચરથી આ ત્રણ રાશિના જાતકોને બંપર લાભ મળશે અને વર્ષ 2025 સુધી શનિ આ જ રાશિમાં રહેશે. જાણો ચાંદીના પાયે ચાલ કોને લાભ કરાવશે.
કુંભ રાશિ
કુંભ રાશિમાં બીજા ભાવમાં શનિ બિરાજમાન હશે. આવામાં શનિ આ રાશિના જાતકોને બંપર ફાયદો કરાવી શકે છે. વર્ષ 2025માં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. અટવાયેલા કામો પૂરા થશે. નોકરીયાતોને વિશેષ લાભ મળી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. આ સાથે જ વર્ષ 2027 સુધી તમે રોજગારથી વંછિત નહીં રહો. મોટામાં મોટા ફાયદા થઈ શકે છે. પદોન્નતિ ઉપરાંત પગારમાં વધારાના યોગ બની રહ્યા છે. વિદેશ જવાની તક મળી શકે છે. સરકારી કામોમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર થશે. આ સાથે અચાનક ધનલાભ પણ થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જીવનમાં અનેક ખુશીઓ આવી શકે છે.
કર્ક રાશિ
શનિના મીન રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના નવમાં ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોને પણ શનિનો ચાંદીનો પાયો લાભકારી સિદ્ધ થઈ શકે છે. નોકરીયાત જાતકોને પદોન્નતિ, સાથે પગાર વધારો થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. દરેક કામમાં કોઈ ને કોઈ અડચણ આવતી હશે તો દૂર થશે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે. શનિના નવમાં ભાવમાં હોવા ઉપરાંત રાહુ અષ્ટમ ભાવમાં રહેશે. આવામાં શનિ અને રાહુના થનારા ફેરફારને કારણે આ રાશિના જાતકોને ફાયદો થશે. છેલ્લા કેટલાક સમયથી તમે જેના માટે મહેનત કરતા હતા તેમાં તમને ખુબ લાભ મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
શનિ મીન રાશિમાં ગોચર કરીને આ રાશિના પાંચમા ભાવમાં રહેશે. આવામાં ચાંદીનો પાયો આ રાશિના જાતકો માટે પણ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. ચાંદીનો પાયો બનવાથી આ રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. તમે તમારા પર ધ્યાન આપશો. આત્મ મંથન કરશો જેનાથી તમે પોતાનામાં ઘણો ફેરફાર લાવશો. પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે. અગાઉ કરાયેલા કામો, મહેનત અને લગનનું ફળ આ સમયગાળામાં મળી શકે છે. પદોન્નતિના યોગ છે. પગાર વધારો પણ થઈ શકે છે. વિદેશયાત્રામાં કોઈને કોઈ પ્રકારે આવતી અડચણો દૂર થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. તમે યોગ્ય રસ્તે ચાલશો. સમાજમાં માન સન્માન વધશે. વાહન, સંપત્તિ, વગેરે ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos