Bank Holidays in May 2022: મે મહિનામાં 11 દિવસ બંધ રહેશે બેન્ક, જલદી પૂરા કરી લો જરૂરી કામ
Bank Holidays in May 2022: મે મહિનામાં ચાર દિવસ બેન્ક બંધ રહેશે. પરંતુ જો શનિવાર-રવિવારને પણ જોડી દેવામાં આવે તો કુલ 11 દિવસ બેન્કો બંધ રહેવાની છે. તેવામાં તમે જરૂરી કામ હોય તો જલદી પૂરા કરી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ હવે મે મહિનો શરૂ થવાનો છે. નવા મહિનામાં પણ ઘણા દિવસ બેન્કો બંધ રહેવાની છે. તેવામાં જો તમારે બેન્કમાં કોઈ જરૂરી કામ હોય તો તમે જલદી પૂરુ કરી શકો છો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દર વર્ષે પોતાનું હોલીડે કેલેન્ડર જાહેર કરી છે. તેમાં તારીખ દર્શાવવામાં આવે છે કે ક્યા દિવસે ક્યા રાજ્યમાં બેન્ક બંધ રહેશે. તેમાં રાષ્ટ્રીય રજાઓનો પણ ઉલ્લેખ હોય છે, જ્યારે દેશભરમાં એક સાથે બેન્કો બંધ રહે છે. તો રાજ્યોના તહેવારો પ્રમાણે પણ બેન્કોમાં રજાઓની જોગવાઈ છે.
હકીકતમાં રિઝર્વ બેન્ક ત્રણ શ્રેણીમાં રજાઓનું લિસ્ટ જાહેર કરે છે. તેમાં પહેલાં હોય છે નિગોશિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ પ્રમાણે રજાઓ, બીજુ રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને ત્રીજા નંબર પર બેન્ક ક્લોઝિંગ એકાઉન્ટની રજાઓ આવે છે. આ રીતે રાજ્યો અને રાષ્ટ્રીય સ્તર પર બેન્કની રજાઓ નક્કી થાય છે. રાષ્ટ્રીય સ્તર પર દીવાળી, હોળી જેવા તહેવારો દરમિયાન રજા હોય છે.
મહિનાની શરૂઆતમાં ચાર દિવસ બેન્ક રહેશે બંધ
આરબીઆઈના કેલેન્ડર અનુસાર મેની શરૂઆતમાં 4 દિવસ સતત બેન્કમાં રજા રહેશે. આ રજા રાજ્ય અને તહેવારો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક દરેક રાજ્યોના તહેવાર પ્રમાણે બેન્કોની રજાઓનું લિસ્ટ જદાહેર કરે છે.
મે મહિનામાં આ દિવસે બેન્ક રહેશે બંધ
1 મે 2022: મજૂર દિવસ/ મહારાષ્ટ્ર દિવસ. દેશભરમાં બેન્ક બંધ. આ દિવસે રવિવારની રજા રહેશે.
2 મે 2022: મહર્ષિ પરશુરામ જયંતિ- ઘણા રાજ્યોમાં રજા
3 મે 2022: ઈદ-ઉલ-ફિતર, બસવા જયંતી (કર્ણાટક)
4 મે 2022: ઈદ-ઉલ-ફિતર (તેલંગણા)
9 મે 2022: ગુરૂ રબિન્દ્રનાથ જયંતી- પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા.
14 મે 2022: બીજો શનિવાર હોવાથી બેન્કોમાં રજા
16 મે 2022: બુધ પૂર્ણિમા
24 મે 2022: કાઝી નઝારૂલ ઇસ્લામ જન્મદિવસ-સિક્કિમ
28 મે 2022: ચોથો શનિવાર હોવાથી રજા
આ દિવસોમાં પણ બેન્ક રહેશે બંધ
1 મે 2022: રવિવાર
8 મે 2022: રવિવાર
15 મે 2022: રવિવાર
22 મે 2022: રવિવાર
29 મે 2022: રવિવાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે