₹4 નો શેર ખરીદવા તૂટી પડ્યા ઈન્વેસ્ટર, લાગી અપર સર્કિટ, છ મહિનાથી આપી રહ્યો છે જોરદાર રિટર્ન
BLS Infotech share: શેર બજારમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલ વચ્ચે એક પેની સ્ટોકમાં અપર સર્કિટ લાગી છે. આ શેર ખરીદવા માટે ઈન્વેસ્ટરોમાં હોડ લાગી છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક સારૂ રિટર્ન આપી ચૂક્યો છે.
Trending Photos
Penny Stock: બજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ગુરૂવારે આઈટી સેક્ટર સાથે જોડાયેલી કંપની BLS ઈન્ફોટેકના શેર (BLS Infotech share)માં તોફાની તેજી આવી છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ બાદ કંપનીના શેરમાં તેજી જોવા મળી છે. સપ્તાહના ચોથા કારોબારી દિવસે BLS ઈન્ફોટેકના શેર પર રોકાણકારો તૂટી પડ્યા હતા. ટ્રેડિંગના અંત સુધી શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી ગઈ અને તે વધીને 4.06 રૂપિયા પર બંધ થયો હતો. 12 ફેબ્રુઆરીએ શેર 4.69 રૂપિયાના સ્તર પર પહોંચ્યો હતો. આ શેરનો 52 સપ્તાહનો હાઈ છે.
કંપનીના ક્વાર્ટર પરિણામ
BLS ઈન્ફોટેકે ડિસેમ્બરના પરિણામ જાહેર કર્યાં છે. કંપનીનો નેટ પ્રોફિટ 0.01 કરોડ રૂપિયા છે. ડિસેમ્બર 2023ના સમાપ્ત પાછલા ક્વાર્ટર દરમિયાન કોઈ નેટ પ્રોફિટ/લોસ નોંધાયો નથી.
શેરહોલ્ડિંગ પેટર્નની વિગત
ડિસેમ્બર ક્વાર્ટરના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો પ્રમોટર પાસે 59.11 ટકા ભાગીદારી છે. આ સિવાય પબ્લિક શેરહોલ્ડિંગ 40.89 ટકા છે. પ્રમોટરની વાત કરીએ તો સુશીલ કુમાર સરાવગી છે અને તેમની પાસે શેરની સંખ્યા 1,11,14,468 છે. તે 2.54 ટકા બરાબર છે. આ સિવાય પ્રમોટર ગ્રુપની પાસે કંપનીના 56.57 ટકા શેર છે.
કંપની
આ કંપની 1985માં અસ્તિત્વમાં આવી હતી. આ એક ખાનગી ભારતીય કંપની છે, જે કમ્પ્યુટર સોફ્ટવેરની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. કંપની કોલકત્તાની છે. આમ તો એક સપ્તાહના સમયમાં બીએસઈ ઈન્ડેક્સ પર સ્ટોકે ઓછું રિટર્ન આપ્યું છે પરંતુ 2 સપ્તાહમાં ઈન્વેસ્ટરોને 30 ટકાથી વધુનું રિટર્ન મળી ચૂક્યું છે. એક મહિનાનું રિટર્ન આશરે 30 ટકા રહ્યું છે. ત્રણ મહિના અને છ મહિનાના સમયગાળામાં રિટર્ન 90 ટકા અને 140 ટકાથી વધુ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે