દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં ભડકો : એક કિલો તેલનો ભાવ આટલો થયો, જાણો લેટેસ્ટ કિંમત
Groundnut Oil prices Hike Again : દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં વધારો.... સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો
Trending Photos
Groundnut Oil Prices : દિવાળીના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટી વધઘટ થઈ રહી છે. ગત સમગ્ર ઓક્ટોબર મહિનામાં તેલના ભાવ ઘટી રહ્યા હતા. ત્યારે બરાબર દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 15 કિલો તેલના ડબ્બાનો ભાવ 2740એ પહોચ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલોના ભાવમાં કમરતોડ વધારા બાદ હવે તેલના ભાવ ઘટી રહ્યાં છે. ખાસ કરીને માર્કેટમાં મગફળીની આવક વધવાનું કારણ પણ સિંગતેલના ભાવ ઘટાડા માટે જવાબદાર છે. પરંતુ એક મહિના સુધી સિંગતેલના ભાવમાં ઘડાટા બાદ ફરી એકવાર ભાવ વધારી દેવાયા છે. આજે સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. સિંગતેલ ખરા દિવાળી ટાંણે જ મોંઘુ બન્યું છે.
ઓક્ટોબરમાં ઘટ્યા હતા ભાવ
ઓક્ટોબર મહિનો ગુજરાતીઓને ફળ્યો છે. ઓક્ટોબર મહિનાથી તેલના ભાવ સતત નીચે જઈ રહ્યાં હતા. આખા ઓક્ટોબર મહિનામાં ચાર વાર તેલના ભાવોમાં ઘટાડો થયો છે. ત્યારે બરાબર મહિનાના અંતમાં જ સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. જો હવે વધુ ભાવ વધશે તો લોકોની દિવાળી બગડી શકે છે.
- 3 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો
- 10 ઓક્ટોબર - 15 રૂપિયાનો ઘટાડો
- 13 ઓક્ટોબર - 20 રૂપિયાનો ઘટાડો
- 25 ઓક્ટોબર - સિંગતેલમાં 80 રૂપિયા અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો
- 31 ઓક્ટોબર - 20 રૂપિયાનો વધારો
ગુજરાતનું નોખુ ગામ : દીકરીના જન્મ પર અપાશે રૂપિયા, 51 વૃક્ષોના વાવેતરનો લીધો સંકલ્પ
સંગ્રહ ખોરોએ જુનો જથ્થો વેચવાનું શરૂ કરતાં ભાવમાં ઘટાડો થયો છે. સીંગતેલના ભાવમાં ઘટાડો થતા રાજકોટ સીંગતેલનો ડબ્બો 3000 ની પાર પહોંચ્યો હતો. પરંતું છેલ્લા દસ દિવસથી સીંગતેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના પગલે તેલના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આમ, ટૂંક સમયમાં સીંગતેલની સીઝન અને શરૂઆત થશે ત્યારે હજી આવતા દિવસોમાં ભાવ ઘટે તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં બીજીવાર સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
સિંગતેલના ભાવ ઘટવાનું એક કારણ એ પણ છે કે, રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદથી મગફળીનું ઓછું ઉત્પાદન થયું છે. જેથી સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાએ પહોંચી ગયો હતો. પરંતુ હવે માર્કેટમાં નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જેથી તેલના ભાવમાં ઘટાડો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે