શેર બજારમાં ધમાલ મચાવવા તૈયાર છે આ ડિફેન્સ કંપનીનો IPO,ઓપન થતાં જ પૈસા ડબલ થવાનો ચાન્સ

C2C એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના IPOના GMP એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ વિશે વાત કરીએ તો, તેણે હલચલ મચાવી દીધી છે. આજે એટલે કે રવિવારે આ કંપનીનો GMP રૂ. 220 જોવા મળી રહ્યો છે.

શેર બજારમાં ધમાલ મચાવવા તૈયાર છે આ ડિફેન્સ કંપનીનો IPO,ઓપન થતાં જ પૈસા ડબલ થવાનો ચાન્સ

Stock Market News: ભારતીય શેરબજારે છેલ્લા કેટલાક અઠવાડિયાથી રોકાણકારોના પોર્ટફોલિયોને લાલ રંગમાં ફેરવી દીધા છે. હકીકતમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારે વેચાણ અને ભારતીય કંપનીઓના નબળા ત્રિમાસિક કમાણીના અહેવાલોએ ભારતીય બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટમાં વધારો કર્યો છે. જેના કારણે રોકાણકારો ચિંતિત છે.

પરંતુ હવે એક એવી ડિફેન્સ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે, જે ઈન્વેસ્ટરોના પોર્ટફોલિયોમાં હરિયાળી લાવી શકે છે. તેનો જીએમપી જોઈને લાગી રહ્યું છે કે લિસ્ટિંગના દિવસે તે લોકોના પૈસા ડબલ થઈ જશે, જેને આ આઈપીઓ એલોટ થશે. 

કઈ છે આ કંપની
અમે વાત કરી રહ્યાં છીએ સી2સી એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડના આઈપીઓ (C2C Advanced Systems IPO)ની જે 22 નવેમ્બરે સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ રહ્યો છે અને 29 નવેમ્બરે તેનું લિસ્ટિંગ થઈ શકે છે 99.07 કરોડ રૂપિયાનો આ આઈપીઓ 43.84 લાખ શેરનો ફ્રેશ ઈશ્યુ છે. 

તમને જણાવી દઈએ કે C2C Advanced Systems ના IPO માટે 214-226 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. તો કંપનીએ પોતાના ઈશ્યુનો અડધો ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB)માટે રિઝર્વ કર્યો છે. જ્યારે 35 ટકા ભાગ રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ છે. બાકીનો 15 ટકા ભાગ નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે રાખવામાં આવ્યો છે. આ ઈશ્યુમાં એક લોટ માટે ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1,35,600 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

સી2સી એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ આઈપીઓ જીએમપી
C2C એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના IPOના GMP એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ વિશે વાત કરીએ તો, તેણે હલચલ મચાવી દીધી છે. આજે એટલે કે રવિવારે આ કંપનીનો GMP રૂ. 220 જોવા મળી રહ્યો છે. આ તેની પ્રાઇસ બેન્ડ કરતાં 97.35 ટકા વધુ છે. જો આ GMP 29 નવેમ્બર સુધી અકબંધ રહે છે, તો C2C એડવાન્સ સિસ્ટમ્સનું લિસ્ટિંગ 446 રૂપિયામાં થશે. તેનો અર્થ એ કે રોકાણકારો પહેલા જ દિવસે એક શેર પર લગભગ રૂ. 226 નો નફો કરી શકે છે.

શું કામ કરે છે કંપની
સી2સી એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કંપની પ્રોસેસર, પાવર, રેડિયો ફ્રીક્વેન્સી, રડાર, માઇક્રોવેવ, એમ્બેડેડ સોફ્ટવેર અને ફર્મવેર સહિત સ્ટ્રેટેજિક ડિફેન્સ સોલ્યુશનના પૂરા સ્પેક્ટ્રમ માટે ડિઝાઇન પ્રોવાઇડ કરે છે. સૌથી મોટી વાત છે કે 
C2C Advanced Systems Limited ભારતીય શેર બજારમાં લિસ્ટેડ એકમાત્ર કંપની પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીનો મુકાબલો કરે છે. આ કારણ છે કે આ કંપનીના આઈપીઓની ડિમાન્ડ વધુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news