1000 રૂપિયા લઈને આ સુંદર, રમણીય દેશમાં જશો તો મળશે 1.87 લાખ, સસ્તામાં ફરવાનું થઈ જશે
જેમને ફરવાનો શોખ હોય છે તેઓ સામાન્ય રીતે ભારતીય કરન્સીની સરખામણી અન્ય દેશો સાથે કરતા રહે છે. પહેલાનો સમય હોય કે અત્યારનો આધુનિક ઈન્ટરનેટ કે ડિજિટલ યુગ દરેક જગ્યાએ દરેક ચીજમાં બિઝનેસ છૂપાયેલો હોય છે. ભારતની વાત કરીએ તો ભારતીય લણ રૂપિયાની સરખામણી પણ જે દેશમાં ફરવા જવાનું હોય ત્યાંની કરન્સી સાથે થાય છે.
Trending Photos
એક રૂપિયાની ચર્ચા હોય ત્યારે લોકો કહે કે એક રૂપિયામાં શું આવે. ભલે એક રૂપિયામાં આજે ફક્ત ટોફી કે સરકારી જેનેરિક દવાની દુકાને એક રૂપિયામાં દવા મળી જાય. જૂની કરન્સીને ભેગી કરવાના શોખીનો કદાચ એક રૂપિયાના બદલામાં સારી એવી કિંમત આપી પણ દે છે. પરંતુ અન્ય દેશો સાથે કરન્સીની સરખામણી કરતા હોઈ એ ત્યારે વિચારવું પડે છે. રૂપિયો નબળો હોય ત્યાં ફરવું ભારે પડે પરંતુ જ્યાં રૂપિયો શક્તિશાળી હોય ત્યાં તમને ફરવાની પણ મજા પડી જાય છે.
દુનિયા આજે મોર્ડન થઈ ગઈ છે. દરેક દેશમાં ઓનલાઈન પેમેન્ટ સાથે યુપીઆઈ અને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનું ચલણ છે. ભારતની કરન્સીની તાકાતની વાત કરીએ તો તમારા પર્સમાં રાખેલું રૂપે કાર્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉપયોગ થઈ શકે છે. સિંગાપુર, ભૂટાન, માલદીવ, સાઉદી અરબ, યુએઈ, બહરીન, મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને એટલે સુધી કે ફ્રાન્સમાં પણ ચાલે છે. રૂપે કાર્ડથી ભારતની બહારના સેલ્સ પોઈન્ટ, પીઓએસ મશીનો, ઓનલાઈન દુકાનો, અને એટીએમ પર લેવડદેવડ થઈ શકે છે.
ઈન્ડોનેશિયાની કરન્સી
હાલમાં જ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારત આવ્યા હતા. પ્રબોવો સુબિઆંતો ભારતના ગણતંત્ર દિવસના ચીફ ગેસ્ટ હતા. તેઓ આવ્યા ત્યારે તેમનું રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન થયું હતું. ઈન્ડોનેશિયા સાઉથ પૂર્વ એશિયાનો એક મોટો દેશ છે. તે દુનિયાનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી વાળો દેશ છે. ઈન્ડોનેશિયાના ભારત સાથે સારા સંબંધ છે. અહીંની વસ્તી લગભગ 25 કરોડ છે. ઈન્ડોનેશિયાની કરન્સીને પણ રૂપિયો કહે છે.
ભારતના લોકો રૂપિયાના નામ પર ભારતના રૂપિયાની પાકિસ્તાનના રૂપિયા અને ઈન્ડોનેશિયાના રૂપિયા સાથે સરખામણી કરતા હોય છે. હવે અમે તમને જણાવીએ કે ભારતના 100 રૂપિયા અને ઈન્ડોનેશિયાની કરન્સીમાં કેટલા રૂપિયા થાય.
ભારતના રૂપિયાની કિંમત
ભારતનો એક રૂપિયો ઈન્ડોનેશિયાના ચલણમાં અંદાજિત 187.98 રૂપિયા થાય છે. આવામાં જો તમે ભારતથી 100 રૂપિયા લઈને ઈન્ડોનેશિયા જાઓ અને ત્યાંની કરન્સી ચેસ્ટમાં તેને એક્સચેન્જ કરો તો તમને 18798 ઈન્ડોનેશિયન રૂપિયા મળશે. આ રીતે જોઈએ તો તે દેશની મુદ્રા ભારતની કરન્સીની સરખામણીમાં ખુબ નબળી છે.
ભારતના રૂપિયા અને ત્યાંના રૂપિયામાં ભારે ફરક
કરન્સી ચેસ્ટ ગયા વગર જો તમે ગૂગલ કરો તો ઈન્ડોનેશિયાનો 1 રૂપિયો એ ભારતના 0.0053 પૈસા બરાબર છે. ભારતમાં એક રૂપિયામાં 100 પૈસા હોય છે. અહીં એ પણ સત્ય છે કે એક એક પૈસા જોડીને લોકો ઘર બનાવતા હોય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે