ઘરે બેઠા 50,000 રૂપિયા કમાવવાની 'સુવર્ણ' તક!, ફટાફટ કરો આ એક કામ

Money Idea: જો તમે ઘરે બેઠા 50 હજાર રૂપિયા કમાવવા માંગતા હોવ તો તમારા માટે સરકાર એક સુવર્ણ તક લઈને આવી છે. સ્ક્રૂટની અને એવોર્ડ પ્રાપ્ત માટે નામ ફાઈનલ કરવા ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી મંત્રાલયે એક સિલેક્શન કમિટી  તૈયાર કરી છે. સિલેક્શન કમિટીનો નિર્ણય અંતિમ રહેશે અને કોઈની પણ એન્ટ્રીને કારણ જણાવ્યાં વગર રિજેક્ટ કરવાનો પણ હક રહેશે. 

ઘરે બેઠા 50,000 રૂપિયા કમાવવાની 'સુવર્ણ' તક!, ફટાફટ કરો આ એક કામ

Money Idea: જો તમે ઘરે બેઠા 50 હજાર રૂપિયા કમાવવા માંગતા હોવ તો તમારા માટે સરકાર એક સુવર્ણ તક લઈને આવી છે.  Mygov India ની વેબસાઈટ મુજબ એક મેગા ફૂડ ઈવેન્ટમાં ભાગ લેવા પર તમને 50 હજાર રૂપિયા મળી શકે છે. આ માટે તમારે બસ એક કામ કરવાનું રહેશે. તમારે આ મેગા ફૂડ ઈવેન્ટ માટે એક ક્રિએટિવ ટેગલાઈન આપવાની રહેશે.  

Mygov India ની વેબસાઈટ મુજબ સરકારે મેગા ફૂડ ઈવેન્ટ માટે ટેગલાઈન કોમ્પિટિશન બહાર પાડી છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2023 ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ જાહેર થયેલું છે. જેને જોતા ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી મંત્રાલયે મેગા ફૂડ ઈવેન્ટ 2023ના આયોજનની જાહેરાત કરી હતી. આ ઈવેન્ટને સફળ બનાવવા માટે સરકારે ટેગલાઈન કોમ્પિટિશન લોન્ચ કરી છે. 

આ રીતે લઈ શકશો ભાગ
આ હરિફાઈમાં ભાગ લેવા માટે તમારે Mygov.India પર જઈને તમારી ટેગલાઈન સબમિટ કરવાની રહેશે. આ કામ તમારે 20 ડિસેમ્બર 2022 પહેલા કરાવાનું રહેશે. અત્રે જણાવવાનું કે કોઈ પણ ઓફલાઈન અને મેન્યુઅલ પ્રપોઝલ સ્વીકાર કરવામાં આવશે નહીં. 

ક્રિએટિવ ટેગલાઈન સબમીટ કરવા માટે તમારે Mygov India પર તમારી પ્રોફાઈલ બનાવવાની રહેશે. જેમાં નામ, ફોટો, પોસ્ટલ એડ્રસ, ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર જેવી ડિટેઈલ નાખવાની રહેશે. જે લોકોની  પ્રોફાઈલ અધૂરી હશે તેમની એન્ટ્રી સ્વીકાર કરાશે નહીં. આ ઉપરાંત એક પ્રોફાઈલથી મલ્ટીપલ એન્ટ્રીને પણ સ્વીકારાશે નહીં. 

Suggest a catchy tagline for the Mega Food Event 2023 and stand a chance to win ₹50,000!

— MyGovIndia (@mygovindia) December 8, 2022

શું છે સિલેક્શન પ્રોસેસ?
સ્ક્રૂટની અને એવોર્ડ પ્રાપ્ત માટે નામ ફાઈનલ કરવા ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી મંત્રાલયે એક સિલેક્શન કમિટી  તૈયાર કરી છે. સિલેક્શન કમિટીનો નિર્ણય અંતિમ રહેશે અને કોઈની પણ એન્ટ્રીને કારણ જણાવ્યાં વગર રિજેક્ટ કરવાનો પણ હક રહેશે. 

આ વીડિયો પણ ખાસ જુઓ..

અત્રે જણાવવાનું કે જીતનાર વ્યક્તિને ઈમેઈલ દ્વારા આ અંગે જાણ કરવામાં આવશે. આ ટાસ્ક હેઠળ અત્યાર સુધીમાં સરકારને 876 એન્ટ્રી મળી ચૂકી છે અને આ 876 એન્ટ્રીને રિવ્યૂ કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ પણ એન્ટ્રીને અપ્રુવલ મળ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news