LPG Price Hike: સપ્ટેમ્બરના પહેલા જ દિવસે મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, અહીં ચેક કરો નવા ભાવ
LPG Price Hike: સપ્ટેમ્બર મહિનાના પહેલા જ દિવસે લોકોને મોંઘવારીનો કરંટ જોરથી લાગવાનો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલેંડરનો ભાવ 39 રૂપિયા સુધી વધારી દીધો છે.
Trending Photos
LPG Price Hike: સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સિલિન્ડરના આ નવા ભાવ રવિવાર એટલે કે 1 સપ્ટેમ્બર 2024 થી લાગુ ગણાશે. ભાવ વધારા પછી દિલ્હીમાં 19 કિલો એલપીજી સિલિન્ડર ની કિંમત 1691.50 રૂપિયા થઈ ગઈ છે. આ ભાવ વધારા પહેલા 1 જુલાઈએ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો, જુલાઈ મહિનામાં 19 કિલોના સિલેન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં જ વધારો કર્યો છે જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 803 રૂપિયા યથાવત છે. ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 803 રૂપિયા છે તો કલકત્તામાં 14 કિલો વાળા સિલિન્ડરના ભાવ 829 રૂપિયા છે મુંબઈમાં એલપીજીની કિંમત 802 રૂપિયા છે જ્યારે ચેન્નઈમાં 918 રૂપિયામાં ગેસ સિલિન્ડર વેંચાય છે.
જુલાઈમાં ઘટ્યા હતા ભાવ
સપ્ટેમ્બર મહિનામાં થયેલા આ ફેરફાર પહેલા ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઈ 2024 ના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે તેવી ઘોષણા કરી હતી. તે સમયે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયા ઘટાડ્યા હતા. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં 33 રૂપિયાની સાથે વધારે 9 એટલે કે 39 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. જુલાઈ મહિના પહેલા 1 મે 2024 ના રોજ સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર સહિત પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થતા હોય છે પરંતુ આ વખતે પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લે 14 માર્ચ 2024 ના રોજ સરકારી તેલ કંપનીઓએ ફેરફાર કર્યા હતા. તે સમયે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો ત્યારથી પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત જ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે