વટની લડાઈની બાજી હવે મતદારોના હાથમાં, માવજીભાઈ બન્યા હુકમનો એક્કો

Vav Byelection : વાવ વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત... ગુલાબસિંહ અને ગેનીબેહેને ગુલાબ આપી માગ્યા મત.. તો ભાજપ નેતાઓ મત માટે કર્યો જનસંપર્ક..13 નવેમ્બરે મતદાન

Trending Photos

વટની લડાઈની બાજી હવે મતદારોના હાથમાં, માવજીભાઈ બન્યા હુકમનો એક્કો

Vav Assembly By Election 2024 : પ્રચાર પડઘમ શાંત. જાહેર સભાઓ અને વાયદાઓનો પૂર્ણ વિરામ. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ લગાવવાનો હતો એટલો જોર લગાવી લીધો. વાકયુદ્ધ અને વાયદાઓની ભરમાર કરવાની હતી એટલી કરી દીધી. હવે વારો જનતાનો છે. હવે વાવની જનતા પોતાના પ્રતિનિધિની પસંદગી કરશે. જી હાં, વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. હવે ખાટલા પરીષદો થશે અને આખરે મતદાન થશે. ઉમેદવારોએ પ્રજાના મત મેળવવા કેવો લગાવ્યો જોર,, જુઓ આ રિપોર્ટમાં.. 

વાવ પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થયા. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ મતદારોને રિઝાવવા માટે અનેક પ્રયાસ કર્યા. ઘરે ઘરે જઈ, સભા-સરઘસ અને સંમેલનોથી મતે અંકે કરવા માટે ઉમેદવારોએ પોતાના ચંપલ ઘસ્યા...હવે વારો વાવ વાસીઓને છે. 13 નવેમ્બરે વાવના લોકો મતદાન કરશે અને કોઈ એકની જીત નક્કી કરી દેશે. વાવથી કોણ ગાંધીનગર પહોંચશે તેના માટે આપણે સૌએ 23 નવેમ્બર સુધી રાહ જોવી પડશે. પરંતુ પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા અંતિમ દોરના પ્રચારમાં વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાનો જીવ રેડી દીધો....ભાજપના સ્વરૂપજીએ વિવિધ સમાજના સંમેલનો કર્યા...તો કોંગ્રેસના ગુલાબસિંહે ગુલાબ વહેંચી પોતાને મત આપવા અપીલ કરી...તેમની સાથે સાંસદ અને આ જ બેઠકથી પૂર્વ ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પણ ગુલાબની વહેંચણીમાં જોડાયા હતા...તો આ વખતે ત્રિપાંખીયો જેમણે મુકાબલો બનાવી દીધો છે તે માવજી પટેલે પોતાના નિશાન બેટ સાથે શાબ્દિક ચોગ્ગા અને છક્કા જોરદાર ફટકાર્યા...પરંતુ તેમના આ શાબ્દિક ચોગ્ગા-છક્કાને એમ્પાયર રૂપી પ્રજાએ કેટલા માન્ય રાખ્યા તે 23 તારીખે ખબર પડશે. જોવાનું રહેશે વાવમાં કોનો વટ રહે છે?

  • વાવની 'વૉર'માં સમાપ્ત થયો શબ્દોનો પ્રહાર
  • વટની લડાઈની બાજી હવે મતદારોના હાથમાં
  • વાવની જનતા નક્કી કરશે પોતાનો નેતા

વાવ વિધાનસભાની પેટાચૂંટણી હવે તેના અંતિમ ચરણમાં પહોંચી છે. આગામી 13 મી નવેમ્બર 2024 ના રોજ મતદાન થશે. જોકે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. સોમવારે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. પ્રતિષ્ઠાના જંગ સમી પેટા ચૂંટણીમાં વાવ બેઠકને અંકે કરવા ભાજપા, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે, છેલ્લે તો મતદારો જ પોતાના ઉમેદવારને વિજયનો તાજ પહેરાવશે.

દાવાઓ અને વાયદાઓ વચ્ચે ચૂંટણી પ્રચાર તો શાંત થઈ ગયો છે. જોકે, હવે સમગ્ર દારોમદાર વાવની જનતા પર છે. પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાઓ ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના નેતાઓને પણ ગુલાબ આપીને મતદાનની અપીલ કરી હતી. સી.જે.ચાવડા, મયંક નાયક સાથે ગુલાબસિંહ અને ગેનીબેને મુલાકાત કરીને હાથમાં ગુલાબનું ફૂલ આપ્યું હતું.

વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહી આ બેઠક પર દલિત, રબારી અને બ્રાહ્મણ સમાજના મતદારો બાજી પલટી શકે છે.

  • ઠાકોર સમાજની આબાદી 44000..
  • રાજપૂત સમાજની આબાદી 41000..
  • ચૌધરી સમાજની જનસંખ્યા 40000..
  • દલિત સમાજમાંથી 30000..
  • રબારી સમાજના લોકો 19000..
  • બ્રાહ્મણ 15000..
  • મુસ્લિમ 14500 છે..

રાજકીય વિશ્લેષકો પ્રમાણે વાવ બેઠક પર ચૌધરી અને ઠાકોર મતદારોની સંખ્યા વધારે છે. ગેનીબહેનને કારણે ઠાકોર સમાજ કૉંગ્રેસ તરફ વધુ છે, જ્યારે ચૌધરી સમાજ વર્ષોથી ભાજપ તરફી વલણ ધરાવે છે. તેવામાં અનેક લોકો માની માની રહ્યા છે કે, ચૌધરી સમાજના ભાજપ તરફના જે મતો છે, તે હવે માવજીભાઇ લઈ જશે, અને ઠાકોર મતો ભાજપને મોટી સંખ્યામાં નહીં મળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news