ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી પહેલા ઉમેદવારનું નિધન, કોંગ્રેસના નેતાને આવ્યો હાર્ટ એટેક
Trending Photos
Jamnagar News જામનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટી ઘટના બની છે. જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકાના વોડ નંબર 7 નાં ઉમેદવારનું અચાનક નિધન થયું છે. ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર દશરથસિંહ જાડેજાનું નિધન થતા શોક વ્યાપી ગયો છે. સાંજના ચાર વાગ્યાની આસપાસ દશરથસિંહ જોડાજાને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં પ્રચારનો આવતીકાલે અંતિમ દિવસ
- આવતીકાલે સાંજે ૬ વાગ્યા સુધી રાજકીય પક્ષો પ્રચાર કરશે
- અત્યારસુધી ૨૧૩ બેઠકો રાજ્યભરમાં થઈ બિનહરીફ
- સાંજે ૬ વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થશે
- ૫,૦૮૪ ઉમેદવારો ચૂંટણી હરિફાઈ માં હશે
- ૧૪ ફેબ્રુઆરી થી ૧૮ ફેબ્રુઆરી સુધી ડ્રાય ડે રહેશે
સંવેદનશીલ તથા અતિસંવેદનશીલ મતદાન મથકો માટે વધારાનો પોલીસ ફોર્સ રહેશે તહેનાત
રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગરપાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ તા.૧૬-૦૨-૨૦૨૫ના રોજ યોજવા તા.૨૧-૦૧-૨૦૨૫ના રોજ કાર્યક્રમ જાહેર ક્યો છે.
તા.૨૭-૦૧-૨૦૨૫ થી તા.૦૧-૦૨- ૨૦૨૫ સુધી સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ ૭૦૩૬ ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા. તે પૈકી ૧૨૬૧ અમાન્ય તેમજ ૫૭૭૫ ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. ૪૭૮ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે. કુલ ૨૧૩ બેઠકો બિનહરીફ થયેલ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ ૫૦૮૪ ઉમેદવારો હરિફાઇમાં છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડની કુલ ૬૦ બેઠકો પૈકી વોર્ડ નં.૩ તથા ૧૪ (કુલ ૮ બેઠકો) સંપૂર્ણ બિનહરીફ થયા છે. બાકીના વોર્ડોની પર( બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ ૧૫૭ ઉમેદવારો હરીફાઇમાં રહેલ છે.
અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.૭ (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ ૧૭ ઉમેદવારો હરીફાઇમાં છે.
સામાન્ય ચૂંટણી હેઠળની ૬૬ નગરપાલિકાઓના ૪૬૧ વોર્ડ પૈકી ૨૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૧૮૪૪ બેઠકો પૈકી ૧૬૭ બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે ૧૬૭૭ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ ૪૩૭૪ ઉમેદવારો હરિફાઇમાં છે.
મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના ૧૮ વોર્ડ પૈકી ૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૭૨ બેઠકો પૈકી ૨૩ બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે ૪૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે ૧૦૧ ઉમેદવારો હરિફાઇમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે