President rule in Manipur: મણિપુરમાં મુખ્યમંત્રીના રાજીનામા બાદ લાગ્યું રાષ્ટ્રપતિ શાસન
President rule in Manipur: કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું છે. મહત્વનું છે કે તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું.
Trending Photos
President rule in Manipur: કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધું છે. મહત્વનું છે કે તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરીએ રાજીનામું આપી દીધું હતું. હવે ગૃહ મંત્રાલયે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે.
મુખ્યમંત્રીએ આપ્યું હતું રાજીનામું
મણિપુરમાં 21 મહિના કરતા વધુ સમયથી મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા થઈ રહી છે. આ હિંસામાં ઘણા લોકોના મોત પણ થયા છે. ત્યારબાદ મણિપુરની ભાજપ સરકારમાં રાજ્યની કમાન સંભાળી રહેલા બિરેન સિંહે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામ પર સહમતિ માટે ભાજપના નેતાઓ વચ્ચે બેઠકો શરૂ થઈ હતી. મણિપુર પ્રભારી સંબિત પાત્રા દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી રહ્યાં હતા. આ વચ્ચે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી બિરેન સિંહનું રાજીનામું એવા સમયે આવ્યું હતું જ્યારે કોંગ્રેસ તરફથી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ આવવાનો હતો. રાજ્યના સીએમ એન બિરેન સિંહે 9 ફેબ્રુઆરી 2025ના રોજ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા અને અર્ધલશ્કરી દળના અધિકારીઓએ આજે રાજભવનમાં બેઠક યોજી હતી. આ દરમિયાન અધિકારીઓએ તેમને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની તૈનાતી અને ઓપરેશનલ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
બંધારણના આર્ટિકલ 174(1) હેઠળ રાજ્ય વિધાનસભાએ પોતાની અંતિમ બેઠક બોલાવવી ફરજીયાત છે. મણિપુરમાં છેલ્લું વિધાનસભા સત્ર 12 ઓગસ્ટ 2024ના બોલાવવામાં આવ્યું હતું. પરંતુ પાછલા દિવસોમાં બુધવારે વિધાનસભા સત્ર બોલાવવાની સમયમર્યાદા ખતમ થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે