દુનિયાના 10 સૌથી દેવાદાર દેશો, પહેલું નામ જાણીને તો તમારી આંખે અંધારા આવી જશે....

શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધુ દેવું ધરાવતા દેશો કયા છે? નામ જાણીને તમને પરસેવો છૂટી જશે. કદાચ એમ પણ થાય કે આવું કઈ રીતે. કારણ કે મોટા મોટા ધૂરંધર દેશો આ યાદીમાં છે. 

દુનિયાના 10 સૌથી દેવાદાર દેશો, પહેલું નામ જાણીને તો તમારી આંખે અંધારા આવી જશે....

Debtor Countries : જ્યારે પણ દેવાદાર દેશોની વાત આવે ત્યારે બધાને એમ લાગે કે ગરીબ અને નબળા દેશો જ કરજમાં ડૂબેલા હોય છે. પરંતુ તમે સાવ ખોટા છો.  કારણ કે 10 સૌથી મોટા દેવાદાર દેશોના નામ જાણીને તમે ચોંકી જશો. કારણ કે આ યાદીમાં ધરખમ દેશોનો સમાવેશ થાય છે. 

કેનેડા
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ (World of Statistics)ના એક રિપોર્ટ મુજબ ટોપ 10ની યાદીમાં નીચેથી શરૂ કરીએ તો 10માં નંબરે કેનેડા આવે છે. કેનેડાનું દેવું 1.2 ટ્રિલિયનથી વધુ છે અને તે સતત વધી રહ્યું છે. સરકારી નીતિઓમાં ફેરફારની માંગણી થઈ રહી છે. 

બ્રાઝીલ
બ્રાઝીલનું દેવું 1.5 ટ્રિલિયન ડોલરથી વધુ છે અને આ તેની અર્થવ્યવસ્થા માટે મોટો પડકાર છે. તેનો નંબર યાદીમાં નવમો આવે છે. 

ભારત
તમને જાણીને નવાઈ લાગશે કે આ યાદીમાં ભારતનો પણ નંબર છે. જેનું દેવું 1.5 ટ્રિલિયન ડોલરથી વધુ છે અને તે સતત વધી રહ્યું છે. સરકારી ખર્ચ અને આર્થિક સુધારા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. 

જર્મની
યાદીમાં સાતમાં નંબરે જર્મની આવે છે જેનું કરજ 2.5 ટ્રિલિયન ડોલરથી વધુ છે. તે યુરોપની સૌથી મજબૂત અર્થવ્યવસ્થા છે પરંતુ કરજ એક મોટો પડકાર છે. 

યુનાઈટેડ કિંગડમ (યુકે)
યુકેનું દેવું 3 ટ્રિલિયન ડોલરથી વધુ છે અને બ્રેક્ઝિટ તથા કોવિડ 19 બાદ તે ઝડપથી વધ્યું છે. 

ફ્રાન્સ
ફ્રાન્સનું દેવું 3 ટ્રિલિયન ડોલરથી વધુ છે અને તે સતત વધી રહ્યું છે. સરકારી ખર્ચ અને ટેક્સમાં ફેરફારની માંગણી થઈ રહી છે. યાદીમાં તે પાંચમા નંબરે છે. 

ઈટલી
ઈટલીનું દેવું 3 ટ્રિલિયન ડોલરથી પણ વધુ છે અને તે યુરોપના સૌથી મોટા દેવાદાર દેશોમાંથી એક છે. યાદીમાં તે ચોથા નંબરે છે. 

ચીન
દુનિયાના અનેક દેશોને કરજ આપનારું ચીન પોતે પણ કરજમાં ડૂબેલું છે. ચીન પર 10 ટ્રિલિયન ડોલરથી વધુનું દેવું છે અને તે ઝડપથી વધી રહ્યું છે. તેનાથી વૈશ્વિક બજારોમાં ચિંતા વધી છે. 

જાપાન
યાદીમાં બીજા નંબરે જાપાન છે જેનું દેવું 12 ટ્રિલિયન ડોલરથી વધુ છે. આ કરજ મોટાભાગે ઘરેલુ રોકાણકારોથી લેવાયું છે. પણ વધતું દેવું એ દરેક દેશ માટે ચિંતાનો વિષય બની રહે છે. 

અમેરિકા
આ યાદીમાં પ્રથમ નંબરે દુનિયામાં સુપરપાવર તરીકે જેની ગણતરી થાય છે તે અમેરિકા છે. અમેરિકા દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ છે. જેનું કરજ 30 ટ્રિલિયન ડોલરથી વધુ છે. આ કરજ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news