RBI એ કેન્સલ કરી જાહેર રજા, 31 માર્ચે પણ ચાલુ રહેશે દરેક બેન્ક, જાણો કેમ લીધો આ નિર્ણય?

ભારતીય રિઝર્વ બેંકે તમામ એજન્સી બેંકોને સરકારી વ્યવહારો સંભાળવા માટે 31 માર્ચે તમામ બેંક શાખાઓ ખોલવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે 31 માર્ચે ઘણા રાજ્યોમાં રજા છે.

RBI એ કેન્સલ કરી જાહેર રજા, 31 માર્ચે પણ ચાલુ રહેશે દરેક બેન્ક, જાણો કેમ લીધો આ નિર્ણય?

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024-2025ના છેલ્લા દિવસે કોઈ સમસ્યા વગર નાણાકીય રિપોર્ટિંગ, બધા ટ્રાન્ઝેક્શન સમાન સમયમાં રેકોર્ડ કરવા માટે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેન્કે બધી એજન્સી બેન્કોને સરકારી ટ્રાન્ઝેક્શન હેન્ડલ કરવા માટે 31 માર્ચે બેન્કોની બધી શાખાઓ ખોલવા માટે નિર્દેશ આપ્યો છે. જ્યારે ઘણા રાજ્યોમાં 31 માર્ચની જાહેર રજા છે. આરબીઆઈએ આ સંબંધમાં 11 ફેબ્રુઆરીએ એક નોટિસ પણ જાહેક કરી હતી.

આ કારણે આરબીઆઈએ લીધો નિર્ણય
વાસ્તવમાં, રમઝાન-ઈદ (ઈદ-ઉલ-ફિત્ર)નો તહેવાર 31 માર્ચ, સોમવારના રોજ  છે. આવી સ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને મિઝોરમ સિવાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજા રહેશે. પરંતુ ભારતીય રિઝર્વ બેંકની સૂચનાને પગલે તમામ બેંકો ખુલ્લી રહેશે. સેન્ટ્રલ બેંકે આ નિર્ણય એટલા માટે લીધો છે કે નાણાકીય વર્ષ 2024-25ની અંદર તમામ એન્ટ્રીઓ અને પેમેન્ટ્સ સહિત તમામ સરકાર-સંબંધિત વ્યવહારોનો યોગ્ય રીતે હિસાબ કરી શકાય.

નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલા ચૂકવણી અને પતાવટ પૂર્ણ કરવાની રહેશે
નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચે સમાપ્ત થાય છે, જેનો અર્થ છે કે સરકારી આવક, ચૂકવણી અને પતાવટ સંબંધિત તમામ વ્યવહારો નવા નાણાકીય વર્ષની શરૂઆત પહેલાં પૂર્ણ કરવા આવશ્યક છે.

31 માર્ચે આ બેન્કિંગ સેવાઓ ચાલૂ રહેશે
31 માર્ચે આવકવેરા, જીએસટી, કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટી સહિત દરેક સરકારી ટેક્સ ચુકવણી સુવિધાઓ ચાલૂ રહેસે. આ સિવાય પેન્શન પેમેન્ટ અને સરકારી સબસિડી, પગાર અને એલાઉન્સ વિતરણ, સરકારી સ્કીમ અને સબસિડી સંબંધિત જાહેર લેતીદેતીની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. મહત્વનું છે કે ટેક્સ પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર માટે ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ સેવાઓ ઉપલબ્ધ હશે. ગ્રાહકોને જરૂરી ગાઇડલાઇન માટે પોતાની બેન્કનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. 

1 એપ્રિલે રહેશે રજા
ભારતીય રિઝર્વ બેન્કના આદેશાનુસાર મેઘાલય, છત્તીસગઢ, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશને છોડી બાકી કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્યોમાં 1 એપ્રિલ (મંગળવાર) એ વાર્ષિક ખાતા બંધ કરવા માટે બેન્ક બંધ રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news