24 ફેબ્રુઆરીથી નોટો ગણતા થઈ જશે આ જાતકો, બુધ-યમ બનાવશે અર્ધકેન્દ્ર યોગ, સુખ-સુવિધામાં થશે વધારો

Ardhakendra Yog 2025: 24 ફેબ્રુઆરીએ સવારે 3 કલાક 25 મિનિટ પર બુધ અને યમ એકબીજાથી 45 ડિગ્રી પર રહેશે, જેનાથી અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં સિંહ સહિત આ રાશિઓને લાભ મળી શકે છે.

અર્ધકેન્દ્ર યોગ 2025

1/5
image

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહમાંથી બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. આ સાથે તે એકાગ્રતા, શિક્ષણ, વેપાર, બુદ્ધિ, તર્ક-વિતર્ક વગેરેના કારક માનવામાં આવે છે. મહત્વનું છે કે આ સમયે બુધ કુંભ રાશિમાં બિરાજમાન છે. આ સાથે તે યમની સાથે અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે 24 ફેબ્રુઆરીએ સવારે 3 કલાક 25 મિનિટ પર બુધ અને યમ એક-બીજાથી 45 ડિગ્રી પર હશે, જેનાથી અર્ધકેન્દ્ર રાજયોગનું નિર્માણ થશે. તેવામાં ઘણા જાતકોને બમ્પર લાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ થવાની સાથે જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. આવો જાણીએ આ લકી રાશિઓ વિશે...

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે અર્ધકેન્દ્ર યોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતક કામના સિલસિલામાં લાંબી યાત્રા કરી શકે છે. તેનાથી જીવનમાં ફેરફાર જોવા મળી શકે છે. કરિયરમાં તમારા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસમાં તમને ભાગ્યનો સાથ મળશે. વેપારીઓને આ યોગથી ખુબ લાભ મળી શકે છે. પાર્ટનર સાથે સારો સમય પસાર થશે.

મિથુન રાશિ

3/5
image

આ રાશિના જાતકોની સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. આ સાથે તમને મોટા લોકોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. લાંબા અંતરની યાત્રા કે વિદેશ યાત્રા કરી શકો છો. તેનાથી કરિયરમાં ખુબ સકારાત્મક અસર થશે. ધન લાભના સંકેત જોવા મળી રહ્યાં છે. આ સાથે તમે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો. લવ લાઇફ અને દાંપત્ય જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે સારો સમય પસાર થશે અને તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે.

સિંહ રાશિ

4/5
image

આ જાતકોના જીવનમાં ઘણી સુખદ ક્ષણ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો તમને સફળતા અપાવશે. આ સાથે તમારા કામની પ્રશંસા થઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ સારી થઈ શકે છે. તમે પૈસાની બચત કરવામાં સફળ થઈ શકો છો. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. તમે ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરી શકો છો.

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.