આગામી બે મહિના રોગીસ્ટ રહેશે હવામાન! અંબાલાલે આગાહીનો એંગલ બદલ્યો, હવે છે વાવાઝોડાનું એલર્ટ!
Gujarat Weather Rain Alert: ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન સતત બદલાતી રહે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિત અન્ય કેટલાક રાજ્યોમાં વાવાઝોડું અને વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પાકિસ્તાન અને પડોશમાં એક સાઈક્લોનિક સર્કુલેશનના રૂપમાં સક્રિય છે. ઉત્તર-પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતના મેદાનોમાં દરિયાની સપાટીથી 12.6 કિમી ઉપર 231 કિલોમીટર (125 નોટ) પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પૂર્વોત્તર આસામ અને નીચલા ક્ષોભમંડલ સ્તરોમાં સાઈક્લોનિક સર્કુલેશન બનેલું છે.
અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ગાજવીજ અને વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં અમુક વિસ્તારોમાં હિમવર્ષા પણ થશે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 12 ફેબ્રુઆરીએ વરસાદ પડી શકે છે. આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદ પડશે.
હવામાનમાં ફેરફારને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે
IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય હવામાન પ્રવૃત્તિઓના કારણે હિમાલય ક્ષેત્રમાં હવામાનની પેટર્ન બદલાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગનો અંદાજ છે કે પશ્ચિમ ભારત અને હિમાલય વિસ્તારમાં લઘુત્તમ તાપમાન ઘટી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં 13 ફેબ્રુઆરી સુધી ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. જેના કારણે ઠંડી વધી શકે છે. હવામાનની આ અસર આગામી 2 થી 3 દિવસ સુધી રહી શકે છે.
દેશના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હિમાલયના પ્રદેશમાં આગામી 48 કલાકમાં ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાએ હિમવર્ષાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે મોસમી ગતિવિધિઓને કારણે દેશના 5 રાજ્યોમાં આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે.
ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી
હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં જાહેરાત કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, ઓડિશા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.
હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં જાહેરાત કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, ઓડિશા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.
આગામી 48 કલાકમાં આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગનો અંદાજ છે કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને ઉપ-હિમાલય પ્રદેશમાં હવામાનની સ્થિતિ ગંભીર બની શકે છે. IMD એ આ રાજ્યોના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં પણ કેટલીક જગ્યાએ હિમવર્ષા થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 28 કલાકમાં હવામાન સંબંધિત ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે.
બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં 13 ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
ચાલો જાણીએ IMD નું લેટેસ્ટ અપડેટ શું છે? ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને પાડોશ પર એક સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય છે અને બીજું સાઈક્લોનિક સર્કુલેશન ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં છે.
Trending Photos