બોલીવુડના આ 5 સ્ટાર્સે ટોપની હિરોઈનો સાથે ખુલ્લેઆમ અફેર કર્યા પણ પત્ની ન બનાવી, લગ્નની બાજી બીજું કોઈ મારી ગયું..
Bollywood Stars Affairs: બોલીવુડ કલાકારો અને તેમના અફેર કોઈ નવી વાત નથી. કલાકારોના અફેર અને બ્રેકઅપ થયા જ કરે છે. પરંતુ બોલીવુડમાં 90 નો સમય એવો હતો જ્યારે 5 કલાકારોના અફેર જોરશોરથી ચર્ચામાં હતા. આ કલાકારો એકબીજાને ગળાડૂબ પ્રેમમાં હતા અને લાગતું હતું કે તેમના લગ્ન થઈ જ જશે. પરંતુ તેમ છતાં તેમના પ્રેમને મંજીલ ન મળી અને બાજી અન્ય કોઈ મારી ગયું.
અક્ષય કુમાર-શિલ્પા શેટ્ટી
ધડકન ફિલ્મના સેટ પર અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી વચ્ચે અફેર શરુ થયું હતું. વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે તેઓ લગ્ન કરવાના છે. પરંતુ અક્ષય કુમાર બેવફા નીકળ્યો અને તેણે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કરી લીધા.
સલમાન ખાન- ઐશ્વર્યા
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવસ્ટોરી પણ ફેમસ છે. સલમાન ખાન અને એશ્વર્યા વચ્ચે હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ દરમિયાન અફેર શરુ થયું હતું. પણ આ લવસ્ટોરી પણ લગ્ન સુધી ન પહોંચી.
શાહિદ કપૂર-કરીના કપૂર
કરીના અને શાહિદ કપૂર વચ્ચે વર્ષો સુધી પ્રેમ સંબંધ રહ્યા, તેમનો એક એમએમએસ પણ વાયરલ થયો હતો. પરંતુ ત્યારબાદ અચાનક બંને અલગ થઈ ગયા. બ્રેકઅપ પછી શાહિદે મીરા રાજપૂત અને કરીનાએ સૈફ સાથે લગ્ન કર્યા.
કરિશ્મા કપૂર-અભિષેક બચ્ચન
કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનની તો સગાઈ પણ થઈ ગઈ હતી. અમિતાભ બચ્ચના 60 માં જન્મદિવસે તેમની સગાઈનું એલાન થયું હતું પરંતુ અચાનક તેમની સગાઈ તુટી ગઈ. ત્યારબાદ અભિષેક બચ્ચને ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરી લીધા.
બિપાશા-જ્હોન
જોન અબ્રાહમ અને બિપાશા બાસુ વચ્ચે અફેર 10 વર્ષ ચાલ્યું. બંને એકબીજા સાથે ખુશ હતા પરંતુ 2012 માં બંને વચ્ચે કંઈ થયું અને તેમણે બ્રેકઅપ કરી દીધું.
Trending Photos