50 રૂપિયાની નોટ અંગે આવ્યા મહત્વના સમાચાર, બજારમાં આવશે નવી નોટ, જાણો શું થઈ રહ્યો છે ફેરફાર?
જો તમારી પાસે પણ 50 રૂપિયાની નોટ હોય તો ખાસ જાણજો. બજારમાં નવી નોટની પધરામણી થઈ ર હી છે. ત્યારે જૂની નોટોનું શું? એ અંગે પણ આરબીઆઈએ જવાબ આપ્યો છે.
Trending Photos
RBI new Bank Note: ભારતીય રિઝર્વ બેંક (RBI) બહુ જલદી સેન્ટ્રલ બેંકના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની સહીવાળી 50 રૂપિયાની બેંક નોટ બહાર પાડશે. મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં શક્તિકાંત દાસની જગ્યાએ પદભાર સંભાળ્યો છે. જેમણે પોતાનો વિસ્તારિત કાર્યકાળ પૂરો થયા બાદ પદ છોડ્યું હતું.
RBI એ એક નિવેદનમાં કહ્યું કે "આ નોટોની ડિઝાઈન આમ તો મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 50 રૂપિયાની બેંક નોટો જેવી છે."
જૂની નોટોનું શું થશે?
50 રૂપિયાની નવી નોટ બજારમાં આવ્યા બાદ જો તમે જૂની નોટ અંગે પરેશાન થતા હોવ તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ અંગે પણ જવાબ આપ્યો છે. RBI એ એક નિવેદનમાં કહ્યું કે 50 રૂપિાયની તમામ જૂની નોટો ચલણમાં યથાવત રહેશે.
કોણ છે સંજય મલ્હોત્રા
સંજય મલ્હોત્રા 1990 બેચના રાજસ્થાન કેડરના IAS અધિકારી છે. તેમણે IIT કાનપુરથી કોમ્પ્યુટર વિજ્ઞાનમાં એન્જિનિયરિંગ સ્નાતકની પદવી મેળવી છે તથા પ્રિન્સટન યુનિવર્સિટી અમેરિકાથી સાર્વજનિક નીતિમાં સ્નાતકોત્તરની ઉપાધિ મેળવેલી છે.
સંજય મલ્હોત્રા અગાઉ નાણા મંત્રાલયમાં સચિવ (રાજસ્વ) હાત અને તેમના ગત કાર્યભારમાં તેમણે ભારત સરકારના નાણા મંત્રાલય હેઠળ નાણાકીય સેવા વિભાગમાં સચિવનું પદ સંભાળ્યું હતું.
તેમને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં નાણા અને કરવેરા ક્ષેત્રે સારો એવો અનુભવ છે. વર્તમાન કાર્યભાર હેઠળ તેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ કરના સંદર્ભમાં કર નીતિ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કેમ થઈ પસંદગી
મલ્હોત્રા પાસે નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં વધુ અનુભવ છે. તેમણે ભારત સરકારના નાણા વિભાગમાં નાણાકીય સેવા વિભાગના સચિવ તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ ભજવી છે. આ ઉપરાંત તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ટેક્સ અને નાણાકીય બાબતોનો પણ ઊંડો અનુભવ છે. એવું કહેવાય છે કે સંજય મલ્હોત્રાની નિયુક્તિનો નિર્ણય નાણાકીય સેવા ક્ષેત્રમાં તેમના અનુભવને જોતા લેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે