Budh Uday 2025: 22 ફેબ્રુઆરીએ શનિની રાશિમાં બુધનો ઉદય થશે, 4 રાશિઓનો ભાગ્યનો સિતારો ચમકશે, રાજસી વૈભવ ભોગવશે

Budh Uday 2025: 11 ફેબ્રુઆરી 2025 ના રોજ અસ્ત અવસ્થામાં બુધ ગ્રહે કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. હવે આ રાશિમાં બુધ 22 તારીખે ઉદિત થશે. બુધ ગ્રહના ઉદયથી આ 4 રાશિઓ લોકોના ભાગ્યનો સિતારો પણ ચમકી જશે. 

Budh Uday 2025: 22 ફેબ્રુઆરીએ શનિની રાશિમાં બુધનો ઉદય થશે, 4 રાશિઓનો ભાગ્યનો સિતારો ચમકશે, રાજસી વૈભવ ભોગવશે

Budh Uday 2025: ગ્રહોના રાજકુમાર અને બુદ્ધિ, વેપારના કારક ગ્રહ બુધ કુંભ રાશિમાં ગોચર કરે છે. શનિની રાશી કુંભમાં 11 ફેબ્રુઆરીએ બુધ ગ્રહએ પ્રવેશ કર્યો. રાશિ પરિવર્તન દરમિયાન બુધ ગ્રહ અસ્ત અવસ્થામાં છે. 19 જાન્યુઆરીથી બુધ ગ્રહ અસ્ત છે. બુધ ગ્રહના અસ્ત થવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ ચાલી રહી હતી. પરંતુ હવે અસમસ્યાઓનો અંત આવી જશે. કારણ કે 22 ફેબ્રુઆરી 2025 ના રોજ બુધ ફરીથી ઉદય થશે 

બુધ ગ્રહ કુંભ રાશિમાં ઉદય થશે. 22 ફેબ્રુઆરીએ ઉદય થયા પછી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ બુધ રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના ઉદય થવાથી ચાર રાશિના લોકોના જીવનમાંથી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ચાર રાશિ કઈ છે ચાલો તમને જણાવીએ. 

વૃષભ રાશિ  

બુધનો ઉદય થવો વૃષભ રાશિ માટે શુભ છે. આ સમય દરમિયાન કારકિર્દીમાં ઉન્નતી જોવા મળશે. નોકરી કરતા લોકોની સરાહના થશે. પ્રમોશન અને પગાર વધારાનો લાભ પણ મળી શકે છે. કરિયરમાં પ્રમોશનના પ્રબળ યોગ. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ મજબૂત થશે અને બચતના નવા રસ્તા ખુલશે. વેપારીઓને નફો થવાની પણ સંભાવના 

સિંહ રાશિ 

સિંહ રાશિના લોકો માટે પણ બુધ ગ્રહનો ઉદય શુભ છે. નિર્ણય લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થશે. વેપાર અને નોકરીમાં લાભ થશે. આકસ્મિક ધન લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. પારિવારિક જીવનમાં ખુશ ખાલી આવશે અને નવી તકો પ્રાપ્ત થશે. 

તુલા રાશિ 

તુલા રાશિના લોકો માટે પણ બુધનું ઉદય થવું શુભ છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. ઇચ્છિત સફળતા પ્રાપ્ત થશે. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. આર્થિક સ્થિતિ સુધરશે. નોકરી અને વેપારમાં નવી તકો મળવાની સંભાવના. 

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિ માટે પણ બુધનું ઉદય થવું શુભ છે. આ સમય દરમિયાન સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે અને જીવન સ્તરમાં સુધારો આવશે. પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં સફળતા મળશે. રોકાણ માટે સમય અનુકૂળ. કરિયર અને વ્યવસાયમાં સફળતાના રસ્તા ખુલશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news