સુરતમાં રખડતા કૂતરાઓનો આતંક, મહિધરપુરામાં 10 દિવસમાં 150થી વધુ લોકોને બચકાં ભર્યા
સુરતમાં રખડતાં કૂતરાઓનો આતંક સામે આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં કૂતરાઓને કારણે લોકોનું ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને બાઇક સવાર લોકો પર કૂતરાઓ સતત હુમલા કરી રહ્યાં છે.
Trending Photos
સુરતઃ ડાયમંડ નગરી સુરત તેની જાતભાતની ઓળખ માટે જાણીતું છે. આ શહેરની વધુ એક ઓળખ રખડતાં શ્વાન પણ બન્યા છે...કારણ કે શહેરીજનોને રોજ રખડતાં શ્વાન કરડી રહ્યા છે. કોર્પોરેશનની ટીમ શ્વાનને પકડવાની વાતો કરે છે પરંતુ શ્વાનનો શિકાર શહેરીજનો બની રહ્યા છે...ત્યારે કેવો છે સુરતમાં શ્વાનનો આતંક?...જુઓ આ અહેવાલમાં....
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં શ્વાને રીતસરનો આતંક મચાવ્યો છે...ક્યાંક રોડ પર તો ક્યાંક ચાર રસ્તા પર શ્વાન કોઈની પર હુમલો કરી દે છે...શ્વાનનું ટોળુ ઘણીવાર કોઈ બાઈક ચાલક પર એટેક કરે છે...તો રસ્તે નીકળતાં રાહદારીને કોઈ શ્વાન બચકું ભરી લે છે...જેના કારણે શહેરના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે...
સુરતના મહિધરપુરા વિસ્તારમાં શ્વાને તો હાહાકાર મચાવી દીધો છે...મહીધરપુરાની ગોળ શેરી, મણિયારા શેરી, ગીયા શેરી, મોટી શેરી, કંસારા શેરીમાં બાળકો બહાર નીકળતા ડરી રહ્યા છે....રાહદારી પણ એકલ દોકલ બહાર નીકળતાં ડરે છે...કારણ કે શ્વાનનું ટોળુ ગમે ત્યારે આવીને હુમલો કરે છે...ખાસ રાતના સમયે શેરીના નાકે તો શ્વાનની આખી ગેંગ હોય છે...અને આ ગેંગનો એટલો આતંક છે કે સ્થાનિકોમાં ફફળાટ વ્યાપી ગયો છે...શ્વાનના હુમલાની અનેક ઘટનાઓ CCTVમાં કેદ થઈ રહી છે.
ક્યાં ક્યાં છે ત્રાસ?
ગોળ શેરી, મણિયારા શેરી, ગીયા શેરી
મોટી શેરી, કંસારા શેરી
સુરતના મહિધરપુરા વિસ્તારમાં જ છેલ્લા 10 દિવસમાં શ્વાને 156 લોકોને બચકાં ભર્યા છે...સુરત કોર્પોરેશનની ટીમ શ્વાનને પકડવાનો દાવો કરે છે. કેટલાક શ્વાનને પકડ્યા પણ છે...પરંતુ હજુ પણ અનેક શ્વાન શહેરીજનો માટે માથાનો દુઃખાવો બની ગયા છે....
રખડતાં શ્વાનનો આતંક
મહિધરપુરા છેલ્લા 10 દિવસમાં શ્વાને 156 લોકોને બચકાં ભર્યા
સુરત કોર્પોરેશન ખસીકરણ પાછળ લાખોનો ખર્ચ કરી રહ્યું છે....ચાલુ વર્ષે 15 હજારથી વધુ શ્વાનનું ખસીકરણ પણ કરાયું છે...પરંતુ પણ અનેક શ્વાન છે જે શહેરીજનોને રોજ બચકાં ભરી રહ્યા છે...ત્યારે જોવું રહ્યું કે કોર્પોરેશન આગળ શું કાર્યવાહી કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે