Recipe: ચટાકેદાર પાવભાજી બનાવવાનું આ છે સીક્રેટ, સામગ્રી ઉમેરવામાં આ સ્ટેપ ફોલો કરવાથી દર વખતે બનશે એકસરખી ટેસ્ટી ભાજી

Pav Bhaji Recipe: ઘણાની સમસ્યા હોય છે કે ઘરે ભાજી લચકદાર અને બટરી બનતી નથી. ભાજી એકદમ ઘટ્ટ થઈ જાય છે. આજે તમને એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ ચટપટી અને રસાદાર પાવભાજી ઘરે કેવી રીતે બનાવવી તે જણાવી દઈએ. આ સ્ટેપ ફોલો કરી ભાજી બનાવશો તો એકદમ મસ્ત પાવભાજી બનશે.

Recipe: ચટાકેદાર પાવભાજી બનાવવાનું આ છે સીક્રેટ, સામગ્રી ઉમેરવામાં આ સ્ટેપ ફોલો કરવાથી દર વખતે બનશે એકસરખી ટેસ્ટી ભાજી

Pav Bhaji Recipe: રોજ રોજ એક જ પ્રકારનું જમવાનું હોય તો પરિવારના લોકો પણ કંટાળી જાય છે અને કંઈક ચટપટું અને સ્વાદિષ્ટ ખાવાની ડિમાન્ડ કરે છે. જેમાં સૌથી વધુ ડિમાન્ડ હોય છે સ્ટ્રીટ ફૂડ ખાવાની. અને સ્ટ્રીટ ફૂડમાં નાના મોટા સૌ કોઈને પસંદ હોય છે ટેસ્ટી પાવભાજી. પાવભાજી એવી વાનગી છે જે નાના બાળકોથી લઈને વડીલોને પણ ભાવે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ હોય છે કે બજારમાં મળતી ચટાકેદાર ભાજી ઘરે બનતી નથી. 

આ પણ વાંચો: 

જો બજારમાં મળે તેવી જ લાલ ચટક અને સ્વાદિષ્ટ પાવભાજી તમારે ઘરે પણ બનાવી હોય તો પરેશાન થવાની જરૂર નથી. આજે તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી કેવી રીતે તૈયાર કરવી તેની સરળ રીત જણાવી દઈએ. આ રીતે પાવભાજી બનાવશો તો 10 થી 15 મિનિટમાં જ ઘરે મસ્ત ચટાકેદાર પાવભાજી તૈયાર થઈ જશે. 

પાવભાજી માટેની સામગ્રી 

બે બાફેલા બટેટા 
બાફેલા વટાણા એક કપ 
એક કપ ઝીણું સમારેલું કેપ્સીકમ 
ટમેટાની પ્યુરી એક કપ 
બે ડુંગળી ઝીણી સમારેલી 
લીલા મરચા અને લસણની પેસ્ટ 
કશ્મીરી લાલ મરચું પાવડર 

હળદર પાવડર 
પાવભાજી મસાલો 
ધાણાજીરું પાવડર 
નમક સ્વાદ અનુસાર 
બે મોટી ચમચી માખણ 
બે મોટી ચમચી તેલ 
લીંબુ 
લીલા ધાણા 

મસાલેદાર પાવભાજી બનાવવાની રીત 

મસાલેદાર પાવભાજી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં ધીમા તાપે ડુંગળી સાંતળો. ડુંગળી બ્રાઉન થઈ જાય પછી તેમાં કેપ્સિકમ અને ટમેટાની પ્યુરી ઉમેરી પાંચ મિનિટ પકાવો. તેલ છૂટું પડી જાય ત્યાર પછી તેમાં મરચું, હળદર, ધાણાજીરું પાવડર અને પાવભાજી મસાલો મિક્સ કરો. તેની સાથે થોડું ગરમ પાણી ઉમેરો જેથી મસાલા બળી ન જાય અને તેનો રંગ ખરાબ ન થાય. 

આ મિશ્રણ ઉકળવા લાગે એટલે તેમાં બાફેલા બટેટાને મેશ કરીને ઉમેરો અને સાથે જ વટાણા ઉમેરો. વટાણા અને બટેટાને મસાલા સાથે બરાબર મિક્સ કરો અને ત્યાર પછી જરૂર અનુસાર થોડું-થોડું ગરમ પાણી ઉમેરો. પાણી સાથે ભાજી બરાબર ઉકળી જાય પછી ઉપરથી બટર ઉમેરો. બટર મેલ્ટ થયા પછી ગેસ બંધ કરી દો અને ભાજીને ઢાંકીને રાખો. 5 મિનિટ પછી ગરમાગરમ ભાજી ઉપર લીંબુ અને કોથમીર ઉમેરી સર્વ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news