8th Pay Commission: અસલ મજા તો પેન્શનર્સને પડશે, એક ઝટકે 2 લાખથી ઉપર થઈ જશે પેન્શન, જુઓ ગણતરી

8th Pay Commission: આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ પેન્શનર્સને શું ફાયદો થઈ શકે? આ વિશે ફિટમેન્ટ ફેક્ટર અને સંભવિત પેન્શનની ગણતરી ઉદાહરણ સાથે સમજો. 

8th Pay Commission: અસલ મજા તો પેન્શનર્સને પડશે, એક ઝટકે 2 લાખથી ઉપર થઈ જશે પેન્શન, જુઓ ગણતરી

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ વચ્ચે નવા પગાર પંચ અંગે જોરશોરથી ચર્ચાઓ થવા લાગી છે. આઠમું પગાર પંચ કોઈ મોટી ખુશખબરથી કમ જરાય નહીં હોય. સૂત્રોનું માનીએ તો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.90 નક્કી થઈ શકે છે. આવી સ્થિતિમાં પેન્શનર્સને મોજ પડી શકે છે. કારણ કે તેમના પેન્શનમાં સીધો 90%નો ઉછાળો આવી શકે છે. પેન્શનર્સનું પેન્શન 2 લાખથી વધુ હોઈ શકે છે. 2 લાખ રૂપિયા પાર પેન્શન કેવી રીતે જઈ શકે તે માટે ગણતરી સમજો. 

1.90 ફિટમેન્ટ ફેક્ટર હોય તો કેટલો ફાયદો થાય

સંભવિત પેન્શન ગણતરી 

સાતમાં પગાર પંચનું પેન્શન      આઠમાં પગાર પંચમાં સંભવિત પેન્શન (ફિટમેન્ટ ફેક્ટર 1.90 લાગૂ થાય તો)

₹9,000                                         ₹17,100
₹1,25,000                                  ₹2,37,500

કેવી રીતે નક્કી થાય પેન્શન?
સરકારી પેન્શનની ગણતરી કર્મચારીના બેઝિક પગાર અને લાગૂ ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરે છે. હાલમાં જે પેન્શનર્સ સાતમું પગાર પંચ મુજબ પેન્શન મેળવે છે તેમનો ન્યૂનતમ અને મહત્તમ પેન્શન આ પ્રકારે નક્કી થાય છે. 

કેવી રીતે થઈ આ ગણતરી?

સાતમાં પગાર પંચનું પેન્શન x 1.90 ફિટમેન્ટ ફેક્ટર

- ન્યૂનતમ પેન્શન- ₹9,000 × 1.90 = ₹17,100

- મહત્તમ પેન્શન- ₹1,25,000 × 1.90 = ₹2,37,500

કેન્દ્ર સરકાર શું કરશે નિર્ણય?
અત્યાર સુધી સરકારે આઠમાં પગાર પંચ અંગે કોઈ અધિકૃત જાહેરાત કરી નથી પરંતુ કર્મચારી સંગઠનો સતત માંગ કરી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટરને ઓછામાં ઓછું 2.80  સુધી વધારવામાં આવે. જેનાથી પેન્શનર્સને વધુમાં વધુ ફાયદો થઈ શકે. જો સરકાર 2025માં આઠમાં પગાર પંચની ભલામણો સ્વીકારી લે  અને ફિટમેન્ટ ફેક્ટર 1.90 થાય તો લાખો સરકારી પેન્શનર્સને મોટો ફાયદો થશે. 

કેવી રીતે નક્કી થાય છે પેન્શન?

સરકારી પેન્શનની ગણતરી બેઝિક પગાર અને ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી થાય છે. 

- સાતમાં પગાર પંચમાં ન્યૂનતમ પેન્શન 9000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરાઈ હતી. 
- કોઈ કર્મચારીના બેઝિક પગારના 50% ભાગ જ પેન્શન તરીકે મળે છે. 
- હાલ મહત્તમ પેન્શન ₹1,25,000 પ્રતિ માસ છે. જે સાતમાં પગાર પંચ મુજબ નક્કી થયું હતું.
- હવે આઠમા પગાર પંચમાં તે 2 લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news