કેપ્ટન બાદ હવે ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક! IPL 2025 પહેલા ગિલની ટીમમાં મોટો ધમાકો

IPL Gujarat Titans: IPL 2025 પહેલા એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 2022માં પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઇટન્સ ટીમને હવે નવા માલિક મળવા જઈ રહ્યા છે. અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ હવે ફ્રેન્ચાઈઝીમાં બહુમત હિસ્સો હસ્તગત કરવાની નજીક છે.

કેપ્ટન બાદ હવે ગુજરાત ટાઈટન્સને મળશે નવા માલિક! IPL 2025 પહેલા ગિલની ટીમમાં મોટો ધમાકો

IPL Gujarat Titans: IPL 2025 પહેલા એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 2022માં પ્રથમ સિઝનમાં ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઇટન્સ ટીમને નવા માલિક મળવા જઈ રહ્યા છે. અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ હવે ફ્રેન્ચાઈઝીમાં બહુમતી હિસ્સો હસ્તગત કરવાની નજીક છે. તે CVC કેપિટલ પાર્ટનર્સ (Irelia Company Private Limited) પાસેથી ટીમમાં 67 ટકા હિસ્સો ખરીદશે. CVC કેપિટલએ 2021માં ટીમ ખરીદી હતી.

ટોરેન્ટ ગ્રુપ ગ્રીન સિગ્નલની જોઈ રહ્યું છે રાહ 
આ આઈપીએલ ડીલને હજુ સુધી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ તરફથી લીલી ઝંડી મળી નથી અને ટોરેન્ટ ગ્રુપ તેની રાહ જોઈ રહ્યું છે. ટોરેન્ટ ગ્રુપને આગામી સિઝન પહેલા અનુમતિ મેળવવાની પરવાનગી મળી શકે છે. IPL 2025 21 માર્ચથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સ ટીમે 2024માં કેપ્ટન બદલ્યો હતો. તે પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યા ટીમને ચેમ્પિયન બનાવીને ફરીથી મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો હતો. હવે ફ્રેન્ચાઇઝીને એક વર્ષ પછી જ નવો માલિક મળશે.

પહેલા મળી હતી નિષ્ફળતા 
IPLના એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, "ટોરેન્ટ ગ્રૂપ બે તૃતીયાંશ માલિકી (67 ટકા) લેવા માટે વાટાઘાટ કરી રહ્યું છે. એકમાત્ર માલિક તરીકે CVC ગ્રૂપનો લોક-ઇન સમયગાળો ફેબ્રુઆરી 2025માં સમાપ્ત થાય છે, ત્યારબાદ તેઓ હિસ્સો વેચવા માટે મુક્ત છે." જ્યારે બિડ મંગાવવામાં આવી ત્યારે તેઓએ સક્રિય રસ દાખવ્યો હતો. માલિકીની પેટર્નમાં કોઈપણ ફેરફાર માટે BCCIની મંજૂરીની જરૂર છે, જે આગામી દિવસોમાં મળવાની અપેક્ષા છે.

2022માં ટીમને મળી હતી જીત
CVC દ્વારા વેચવામાં આવતા હિસ્સાના મૂલ્યાંકનની પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે, ગ્લોબલ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મે 2021માં Titansને હસ્તગત કરવા માટે રૂ. 5,625 કરોડનું રોકાણ કર્યું હતું. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમે 2022માં ટાઈટલ જીત્યું હતું અને 2023માં રનર અપ રહી હતી. ગત સિઝનમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ આઠમા સ્થાને રહી હતી.

IPLમાં એન્ટ્રીની કોશિશ
આશરે રૂપિયા 41,000 કરોડના મૂલ્ય સાથે ટોરેન્ટ ગ્રૂપ ક્રિકેટના ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમની પેટાકંપની ટોરેન્ટ સ્પોર્ટ્સ વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેમણે 2021માં અમદાવાદ (રૂ. 4,653 કરોડ) અને લખનઉ (રૂ. 4,356 કરોડ) ફ્રેન્ચાઇઝીસ માટે બિડ કરી હતી. બે વર્ષ પછી જૂથે પ્રારંભિક વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ટીમ ખરીદવાનો પ્રયાસ કર્યો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news