Supreme Court: સરકારી વ્યક્તિ દોષિત હોય તો નોકરી ન કરી શકે, કોઈ મંત્રી કેવી રીતે બની શકે?
Criminalisation Of Politics: સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્રિમિનલ કેસોમાં દોષિત ઠર્યા બાદ કોઈ વ્યક્તિ સંસદમાં પાછો કેવી રીતે ફરી શકે. જાણો શું છે વિગતો.
Trending Photos
Criminalisation Of Politics: સુપ્રીમ કોર્ટે રાજનીતિના અપરાધીકરણને એક મોટો મુદ્દો ગણાવતા સવાલ કર્યો કે ક્રિમિનલ કેસોમાં દોષિત ઠર્યા બાદ કોી વ્યક્તિ સંસદમાં કેવી રીતે પાછા ફરી શકે. ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ મનમોહનની પેનલે આથી આ મુદ્દે ભારતના એટોર્ની જનરલ પાસે મદદ માંગી. પીઠ વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ એક જનહિતની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં દેશમાં સાંસદો અને વિધાયકો વિરુદ્ધ ક્રિમિનલ કેસોની જલદી પતાવટ ઉપરાંત દોષિત નેતાઓ પર આજીવન પ્રતિબંધ લગાવવાની ભલામણ કરાઈ છે.
કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે માંગ્યો જવાબ
કોર્ટે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 અને 9ની બંધારણીય યોગ્યતાને પડકાર આપવા પર કેન્દ્ર અને ભારતના ચૂંટણી પંચ પાસે ત્રણ અઠવાડિયાની અંદર જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે એકવાર જ્યારે તેમને દોષિત ઠેરવવામાં આવે છે અને દોષસિદ્ધ યથાવત રાખવામાં આવે છે તો લોકો સંસદ અને વિધાનમંડળમાં પાછા કેવી રીતે આવી શકે? આનો તેમણે જવાબ આપવો પડશે. તેમાં હિતોના ટકરાવ પણ સ્પષ્ટ છે. તેઓ કાયદાની તપાસ કરશે.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ
પીઠે વધુમાં કહ્યું કે અમને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8 અને 9 વિશે જાણકારી હોવી જોઈએ. જો કોઈ સરકારી કર્મચારી ભ્રષ્ટાચાર કે રાજ્ય પ્રત્યે નિષ્ઠાહીનનો દોષિત ઠરે છે તો તેને વ્યક્તિ તરીકે પણ સેવા માટે યોગ્ય ગણાતો નથી. પરંતુ મંત્રી બની શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક પૂર્ણ પીઠ (ત્રણ ન્યાયાધીશ)એ સાંસદો વિરુદ્ધ ક્રિમિનલ કેસોની જલદી પતાવટ પર ચુકાદો આપ્યો હતો, આથી ખંડપીઠ (બે ન્યાયાધીશ) દ્વારા કેસને ફરીથી ખોલવો યોગ્ય રહેશે.
આથી સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને એક મોટી પીઠના વિચાર કરવા માટે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના સમક્ષ રાખવાનો નિર્દેશ આપ્યો. ન્યાયાલયના ન્યાયમિત્ર તરીકે મદદ કરી રહેલા વરિષ્ઠ વકીલ વિજય હંસારિયાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા સમયાંતરે અપાયેલા આદેશો અને સુપ્ર્રીમ કોર્ટની નિગરાણી છતાં સાંસદો-વિધાયકો વિરુદ્ધ મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે