રિયાન પરાગે 'વાયરલ યૂટ્યૂબ હિસ્ટ્રી'ને લઈ તોડ્યું મૌન, વિવાદો વિશે પહેલી વાર મોટો ખુલાસો
Riyan Parag Youtube History: રિયાન પરાગે પોતાના વાયરલ યુટ્યુબ હિસ્ટ્રી વીડિયોને લઈને પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ રેયાન સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયો હતો.
Trending Photos
Riyan Parag Youtube History: IPL 2024 પછી રિયાન પરાગના યુટ્યુબ હિસ્ટ્રીનો એક વીડિયો જંગલની આગની વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં રિયાનની હિસ્ટ્રીમાં અનન્યા પાંડે અને સારા અલી ખાનને લઈને વાંધાજનક વસ્તુઓ સર્ચ કરવામાં આવી હતી. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા રિયાનની ખૂબ જ નિંદા કરવામાં આવી હતી. જો કે, તે સમયે રિયાન તરફથી આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું. હવે લગભગ 9 મહિના પછી રિયાને આ વિવાદ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે યુટ્યુબના વાઈરલ હિસ્ટ્રી અંગે મોટો ખુલાસો કર્યો છે.
રિયાને તોડ્યું મૌન
રિયાન પરાગે એક રેડિયો સ્ટેશનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વિવાદ વિશે વાતચીત કરતા કહ્યું કે, “મેં આઈપીએલ પૂરી કરી, અમે ચેન્નાઈમાં હતા. મેચ પૂરો થતા જ ત્યારે મને મારી સ્ટ્રીમિંગ ટીમ તરફથી ડિસ્કોર્ડ કોલ આવ્યો અને તે તરત જ પબ્લિશ થઈ ગયો. જો કે, આ બધું IPL પહેલા થયું હતું. મારી ડિસ્કોર્ડ ટીમમાંથી કોઈએ આઈપીએલ પહેલા મને સેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ટૂંક સમયમાં હટાવી દેવામાં આવ્યો હતો. જો કે, આઈપીએલ પછી જ્યારે હાઈપ બનેલો હતો અને મારી સિઝન પણ સારી ગઈ હતી. હું આવ્યો અને મેં મારી સ્ટ્રીમ ખોલ્યો. મારા ફોન પર Spotify અથવા Apple Music ન હતું. બધું જ ડિલીટ થઈ ગયું હતું."
રિયાને વધુમાં કહ્યું કે, “તેથી હું યુટ્યુબ પર મ્યૂઝિક સર્ચ કરવા માટે અને મેં મ્યૂઝિક સર્ચ કર્યું. જો કે, મને સમજાયું નહીં આ શું થઈ રહ્યું છે, પરંતુ સ્ટ્રીમ સમાપ્ત થતાં જ મને સમજાયું કે શું થયું. તે સમયે મને પબ્લિકલી આવીને વસ્તુઓની સ્પષ્ટતા કરવી યોગ્ય ન લાગ્યું, કારણ કે તે સમયે કદાચ કોઈ મને સમજી શક્યું ન હોત.
IPL 2024માં રેયાનનું બેટ જોરથી બોલતું હતું
આઈપીએલ 2024માં રિયાન પરાગે બેટથી ખૂબ જ ધૂમ મચાવી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રિયાને 14 મેચમાં 573 રન બનાવ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં રિયાને 52ની એવરેજ અને 150ની સ્ટ્રાઇક રેટ સાથે ધમાલ મચાવી હતી. રિયાનને આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન માટે ઈનામ આપવામાં આવ્યું હતો અને તેને ભારતીય ટીમ તરફથી કોલ આવ્યો હતો. રિયાન ભારત માટે અત્યાર સુધી એક ODI અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. રિયાને ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 151ના સ્ટ્રાઈક રેટથી 106 રન બનાવ્યા છે. જ્યારે રિયાને એક ODI મેચમાં 15 રન બનાવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે