GK : વિશ્વનો એક એવો દેશ, જ્યાં આજ દિન સુધી એક પણ જવાન નથી થયો શહીદ

Military service : વિશ્વમાં અનેક દેશોની આર્મી મોટા મોટા યુદ્ધનો સામનો કરી ચૂકી છે. યુદ્ધ દરમિયાન આ દેશોની આર્મીના અનેક જવાનો શહીદ થતા હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું કે જેની આર્મીનો એક પણ જવાન આજ દિન સુધી યુદ્ધમાં શહીદ થયો નથી.

1/5
image

Military service : વિશ્વમાં અનેક દેશોની આર્મી મોટા મોટા યુદ્ધનો સામનો કરી ચૂકી છે. યુદ્ધ દરમિયાન આ દેશોની આર્મીના અનેક જવાનો શહીદ થતા હોય છે. પરંતુ એક એવો દેશ છે, જેની આર્મીનો એક પણ જવાન આજ દિન સુધી યુદ્ધમાં શહીદ થયો નથી.

2/5
image

સ્વિત્ઝર્લેન્ડ એક એવો દેશ છે, જેનો એક પણ જવાન આજ દિન સુધી યુદ્ધમાં શહીદ થયો નથી. આ સત્યતા સ્વિત્ઝર્લેન્ડની સ્થાયી તટસ્થતાની નીતિ સાથે જોડાયેલી છે, જેને આ દેશે છેલ્લા 200 વર્ષથી જાળવી રાખી છે. સ્વિત્ઝર્લેન્ડે 1815માં વિયેના કોંગ્રેસ પછી સ્થાયી તટસ્થતાની નીતિ અપનાવી હતી.

3/5
image

આ નીતિ અંતર્ગત સ્વિત્ઝર્લેન્ડે કોઈ આંતરરાષ્ટ્રીય સંઘર્ષ કે યુદ્ધમાં સામેલ ના થવાનો સંકલ્પ લીધો હતો. આ જ કારણ છે કે સ્વિત્ઝર્લેન્ડે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોતાની તટસ્થતા જાળવી રાખી હતી.   

4/5
image

સ્વિત્ઝર્લેન્ડની સેનાનો મુખ્ય ઉદ્દેશ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો છે. આ સેના સારી રીતે ઓર્ગેનાઈઝ્ડ અને ટ્રેન્ડ કરેલી છે, પરંતુ તેને માત્ર ડિફેન્સના ઉદ્દેશથી તૈયાર કરવામાં આવી છે.   

5/5
image

સ્વિત્ઝર્લેન્ડની તટસ્થતાનું સન્માન અન્ય દેશો દ્વારા પણ કરવામાં આવે છે, તેથી સ્વિત્ઝર્લેન્ડ કોઈ પણ ડાયરેક્ટ મિલિટ્રી કન્ફ્લિક્ટમાં સામેલ થયું નથી. તેનું પરિણામ એ આવ્યું કે સ્વિત્ઝર્લેન્ડના જવાનોને યુદ્ધના મેદાનમાં શહીદીનો સામનો કરવો પડ્યો નથી.