એક વર્ષની વેલિડિટીવાળો Airtelનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ; અનલિમિટેડ કોલિંગની સાથે મળશે આ ઓફર

Best Airtel Plans: એરટેલે તેના ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં અનલિમિટેડ કોલિંગ અને અન્ય ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે. જો તમે એક લોન્ગ ટર્મ વેલિડિટી સાથેનો પ્લાન શોધી રહ્યા છો, તો એરટેલના રૂ. 1849 અને રૂ. 2249ના પ્લાન તમારા માટે છે.

એક વર્ષની વેલિડિટીવાળો Airtelનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ; અનલિમિટેડ કોલિંગની સાથે મળશે આ ઓફર

Best Airtel Plans: એરટેલે તેના ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં અનલિમિટેડ કોલિંગ અને અન્ય ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે. જો તમે એક લોન્ગ ટર્મ વેલિડિટી સાથેનો પ્લાન શોધી રહ્યા છો, તો એરટેલના રૂ. 1849 અને રૂ. 2249ના પ્લાન તમારા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે. ચાલો આ પ્લાન્સની વિગતો જાણીએ.

1849 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકોને એક વર્ષ એટલે કે, 365 દિવસની વેલિડિટી મળે છે. આ સિવાય અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલનો લાભ પણ મળે છે. આમાં 3600 SMSની સુવિધા આપવામાં આવે છે, પરંતુ કોઈ ડેટા લાભ મળતો નથી. આ પ્લાન ખાસ કરીને એવા ગ્રાહકો માટે છે જેમને માત્ર કોલિંગ અને SMSની જરૂર હોય છે. આ સિવાય આ પ્લાન 3 મહિના માટે ફ્રી Apollo 24|7 સર્કલ અને દર મહિને ફ્રી કોલર ટ્યુનનો પણ લાભ મળશે. જો કે, આ પ્લાનમાં કોઈ ડેટાનો લાભ મળતો નથી અને 3600 SMS પછી તમારે લોકલ SMS માટે પ્રતિ SMS 1 રૂપિયા અને STD SMS માટે 1.5 રૂપિયા ચૂકવવા પડશે.

સુવિધા
- 365 દિવસની વેલિડિટી
- અનલિમિટેડ કોલિંગ (લોકલ, એસટીડી, રોમિંગ)
- 3600 SMS
- મફત એપોલો 24|7 સર્કલ (3 મહિના)
- દર મહિને ફ્રી કોલર ટ્યુન

2249 રૂપિયાનો પ્લાન
જો તમને પણ એક વર્ષની વેલિડિટી સાથે ડેટાની જરૂર હોય તો એરટેલનો 2249 રૂપિયાનો પ્લાન સારો વિકલ્પ બની શકે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 30GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને 3600 SMSની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત તેમાં 3 મહિના માટે મફત Apollo 24|7 સર્કલ અને દર મહિને મફત કોલર ટ્યુન પણ મળે છે. જો તમને પણ થોડા ડેટા જોઈતો હોય તો આ પ્લાન વધુ સારો રહેશે.

સુવિધા
- 365 દિવસની વેલિડિટી
- અનલિમિટેડ કોલિંગ (લોકલ, એસટીડી, રોમિંગ)
- 3600 SMS
- 30GB ડેટા
- મફત એપોલો 24|7 સર્કલ (3 મહિના)
- દર મહિને ફ્રી કોલર ટ્યુન

તમારા માટે કયો પ્લાન છે યોગ્ય?
જો તમને માત્ર કોલિંગ અને SMSની જરૂર હોય, તો 1849 રૂપિયાનો પ્લાન તમારા માટે યોગ્ય રહેશે. જ્યારે તમને થોડા ડેટા પણ જોઈએ છે, તો 2249 રૂપિયાનો પ્લાન તમારા માટે વધુ સારો રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news