એસટી વિભાગના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, સહાયમાં કર્યો વધારો

રાજ્ય સરકારે એસટી વિભાગના કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય લીધો છે. એસટી વિભાગમાં ફરજ દરમિયાન જો કોઈ કર્મચારીનું નિધન થાય તો તેને અપાતી સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. 

એસટી વિભાગના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, સહાયમાં કર્યો વધારો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસટી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ માહિતી આપી છે. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના કર્મચારીઓના ચાલુ ફરજે થતાં નિધનમાં ચુકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયથી એસટી વિભાગમાં કામ કરતા લાખો કર્મચારીઓને ફાયદો થશે. 

સહાયમાં કર્યો વધારો
રાજ્ય સરકારે ચાલુ ફરજ દરમિયાન નિધન પામતા કર્મચારીઓના પરિવારજનોને ચુકવવામાં આવતી સહાયમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા હવે એસટી વિભાગમાં ફરજ દરમિયાન જો કોઈ કર્મચારીનું નિધન થશે તો તેના પરિવારજનોને 14 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. આ બાબતે ટૂંક સમયમાં વિગતવાર આદેશ પણ જાહેર કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ આપી માહિતી
વાહન-વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લખ્યું- રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવતા આર્થિક પેકેજમાં રૂ. ૮ થી ૧૦ લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવતા પેકેજ જેટલું એટલે કે રૂ.૧૪ લાખ આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. આ બાબત ટૂંક સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે.

રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને…

— Harsh Sanghavi (@sanghaviharsh) February 11, 2025

પહેલા 4થી 6 લાખ રૂપિયા મળતી હતી સહાય
એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓનું જો ફરજ દરમિયાન નિધન થાય તો તેમના પરિવારજનોને પહેલા 4થી 6 લાખ રૂપિયા સહાય ચુકવવામાં આવતી હતી. પરંતુ રાજ્ય સરકારે આ સહાયમાં હવે આઠ લાખ રૂપિયા જેટલો વધારો કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news