Shilajit And Ghee: શિલાજીત અને ઘીનો આ નુસખો શરીરની શક્તિ કરી દેશે બમણી, આખો દિવસ કામ કર્યા પછી પણ નહીં લાગે થાક

Shilajit And Ghee Benefits: જો આખો દિવસ શરીરમાં થાક અને સુસ્તી અનુભવાતી હોય તો શિલાજીત અને ઘીનો આ ઉપાય તમારા કામનો છે. આ ઉપાય કરવાથી શરીરની કાયાપલટ થઈ જશે.

Shilajit And Ghee: શિલાજીત અને ઘીનો આ નુસખો શરીરની શક્તિ કરી દેશે બમણી, આખો દિવસ કામ કર્યા પછી પણ નહીં લાગે થાક

Shilajit And Ghee Benefits: ઘણા લોકો આખી રાત ઊંઘ કરીને સવારે જાગે તો પણ શરીરમાં સુસ્તી જ અનુભવે છે. તેમાં પણ સવારે નાસ્તો કે બપોરે જમી લીધું હોય તો શરીરમાં આળસ વધી જાય છે અને ઊંઘ આવવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે શરીર થાકેલું હોય છે અને શરીરમાં એનર્જી નથી હોતી. જો તમને પણ આખો દિવસ આળસ અને થાક અનુભવાય છે તો શીલાજીત અને ઘીનો ઉપયોગ કરો. આ બંને વસ્તુ પ્રાકૃતિક રીતે શક્તિ વધારનાર માનવામાં આવે છે. આ બંને વસ્તુને એક સાથે મિક્સ કરીને લેવાથી તે હેલ્થ બુસ્ટરનું કામ કરે છે અને શરીરની એનર્જી, ઇમ્યુનિટી અને માનસિક ક્ષમતા વધારે છે. 

શિલાજીતને આયુર્વેદમાં શરીરની નબળાઈ દૂર કરનાર કહેવામાં આવે છે. શિલાજીત શરીરમાં એનર્જી વધારે છે જ્યારે ઘી હેલ્થી ફેટ વધારે છે. શિલાજીતના પોષક તત્વો સારી રીતે શરીરમાં ભળે તેમાં પણ ઘી મદદ કરે છે. જો યોગ્ય માત્રામાં શિલાજીત અને ઘીનું સેવન કરવામાં આવે તો આખો દિવસ શરીરમાં તાજગી અને એક્ટિવનેસ રહે છે. 

શિલાજીતમાં એવા તત્વ હોય છે જે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને ઇન્સ્યુલિન સિન્સેટીવીટી પણ સુધારે છે. તેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે. શિલાજીત બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે જેનાથી અચાનક સુગર સ્પાઈક થતા અટકે છે. આ બંને વસ્તુ સાથે મળીને ડાયાબિટીસમાં દર્દીઓ માટે નેચરલ ઉપાયની જેમ કામ કરે છે. 

આપણા શરીરમાં ફ્રી રેડીકલ્સ અને ઓક્સિડેટીવ સ્ટ્રેસ ધીરે ધીરે સેલ્સને નુકસાન કરે છે. જેના કારણે ત્વચા પર વધતી ઉંમરની અસર ઝડપથી દેખાય છે અને ત્વચા ખરાબ થવા લાગે છે. શિલાજીતમાં એવા એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે આ પ્રકારના ટોક્સિન સામે લડવામાં મદદ કરે છે. સાથે ઘી આવી વસ્તુઓને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે તેના કારણે ત્વચા હેલ્થી અને ગ્લોઇંગ દેખાય છે. 

શરીર નિરોગી અને સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે ઇમ્યુન સિસ્ટમ સારી હોય. શિલાજીતમાં એવા મિનરલ્સ હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. ઘી પાચનતંત્રને સુધારે છે અને શરીરને સંક્રમણથી બચાવે છે. ઘી અને શિલાજીતનું મિશ્રણ શરીરને મજબૂત અને રોગમુક્ત રાખે છે. 

કેવી રીતે કરવું શિલાજીત અને ઘીનું સેવન ? 

એક ચમચી ઘીમાં વટાણાના દાણા જેટલું શિલાજીત મિક્સ કરી સવારે ખાલી પેટ ખાઈ લેવું. આ વસ્તુઓને હુંફાળા દૂધમાં મિક્સ કરીને પણ પી શકાય છે. રોજ આ બે વસ્તુનું સેવન કરશો તો થોડા જ દિવસોમાં શરીરમાં તેની અસર દેખાવા લાગશે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news