Dry Skin: ડ્રાય સ્કિનના કારણે ત્વચા દેખાય છે ફાટેલી ? આ ફળની પેસ્ટ લગાડો ચહેરા પર, સ્કિન પર આવશે જબરદસ્ત નિખાર
Face Pack For Dry Skin: જે લોકોની સ્કિન ડ્રાય હોય તેમની ત્વચા બારેમાસ ફાટેલી દેખાય છે. ત્વચાની ડ્રાયનેસ સ્કિનની સુંદરતાને પણ ઝાંખી પાડે છે. આજે તમને એવા ઘરેલુ નુસખા વિશે જણાવીએ જેને ટ્રાય કરવાથી ડ્રાય સ્કિનની તકલીફ દુર થઈ જશે.
Trending Photos
Face Pack For Dry Skin: દરેકની સ્કિન અલગ અલગ પ્રકારની હોય છે. એટલે કે કેટલાક લોકોની સ્કિન ઓઈલી હોય છે તો કેટલાક લોકોની સ્કિન ડ્રાય હોય છે. તો કેટલાક લોકોની સ્કિન કોમ્બિનેશન ટાઈપની હોય છે. સ્કીનનો પ્રકાર અલગ-અલગ હોવાના કારણે વાતાવરણની અસર પણ અલગ અલગ રીતે થાય છે. ખાસ કરીને જે લોકોની સ્કિન ડ્રાય હોય તેમના માટે તો સૌથી મુશ્કેલ કામ હોય છે સ્કિનની ડ્રાઇનેસ ઓછી કરવી.
જે લોકોની સ્કિન ડ્રાય હોય તેમનો ચહેરો બેજાન અને ખેંચાયેલો દેખાય છે. આજે તમને ડ્રાઈ સ્કીન હોય તો તેને મોઈશ્ચર કેવી રીતે આપવું અને સુંદર કેવી રીતે બનાવવી તે જણાવીએ. એક એવું ફળ છે જેની પેસ્ટ ચહેરા પર લગાડશો તો સ્કીનને મોઈશ્ચર મળશે અને સ્કિનની સુંદરતા પણ વધશે.
ડ્રાય સ્કીન માટે ફેસપેક
દરેક યુવતી ઈચ્છે છે કે તેની ત્વચા એકદમ સુંદર દેખાય. ત્વચાની સુંદરતા વધારવા માટે કેમિકલ બેઝ બ્યુટી પ્રોડક્ટ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ જે લોકોની સ્કિન ડ્રાય હોય તેમને બધા જ બ્યુટી પ્રોડક્ટ સૂટ પણ નથી કરતા. આવી સ્થિતિમાં તમે ઘરેલુ નુસખો અજમાવીને ડ્રાયનેસ ને ઓછી કરી શકો છો. જો સ્કિન હદ કરતા વધારે ડ્રાય હોય અને ત્વચાની સુંદરતા છીનવાઈ ગઈ હોય તો પાકા પપૈયાની પેસ્ટ ચહેરા પર લગાવો.
આ ફેસપેક બનાવવા માટે પાકા પપૈયાની પેસ્ટ બનાવી તેમાં જરૂર અનુસાર દૂધ ઉમેરો. આ પેસ્ટને એટલી જાડી રાખવી કે તેને ચહેરા પર વ્યવસ્થિત રીતે અપ્લાય કરી શકાય. તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો અને 10 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો. અઠવાડિયામાં ત્રણ વખત આ ફેસપેક ચહેરા પર લગાડવો.
આ ફેસપેકનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવો જેથી તમે જાણી શકો કે તમને પપૈયાથી તમને એલર્જી તો નથી ને. પેચ ટેસ્ટ દરમિયાન જો સ્કીનમાં કોઈ તકલીફ ના થાય તો જ ચહેરા પર પપૈયાની પેસ્ટ લગાડવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે