'સનમ તેરી કમસ' ફ્લોપથી થઈ સુપરહિટ, 9 વર્ષ બાદ રી-રિલીઝ થતા જ તોડ્યા કમાણીના બધા રેકોર્ડ

Sanam Teri Kasam Re-Release: ફિલ્મ સનમ તેરી કસમને ફરી એકવાર નિર્માતાઓએ રી-રિલીઝ કરી છે. ફિલ્મનો ક્રેઝ દર્શકોના માથા ઉપર જઈ રહ્યો છે. સનમ તેરી કસમ ફિલ્મ રી- રિલીઝ થયા બાદ ઘણી કમાણી કરી રહી છે. ચાલો જાણીએ કે તેમનું કલેક્શન કેવું હતું.

'સનમ તેરી કમસ' ફ્લોપથી થઈ સુપરહિટ, 9 વર્ષ બાદ રી-રિલીઝ થતા જ તોડ્યા કમાણીના બધા રેકોર્ડ

Sanam Teri Kasam Re-Release: સનમ તેરી કસમ ફિલ્મ 9 વર્ષ બાદ રી-રિલીઝ કરવામાં આવી છે. ચાર દિવસમાં જ આ ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. કલેક્શનના મામલે આ ફિલ્મે ઘણી નવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈનની ફિલ્મ સનમ તેરી કસમ 2016માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. પરંતુ હવે જ્યારે આ ફિલ્મ 9 વર્ષ પછી 7 ફેબ્રુઆરી 2025ના રોજ રી-રિલીઝ કરવામાં આવી હતી, ત્યારે ફિલ્મે તેની રિલીઝ સાથે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.

રી-રિલીઝ બાદ દર્શકોના જીત્યા દિલ
બોલિવૂડની ઘણી ફિલ્મો ફરીથી રિલીઝ થઈ રહી છે. આ સિરીઝમાં સનમ તેરી કસમ પણ રી-રિલીઝ થઈ હતી. ફિલ્મ રી-રિલીઝ થતાં જ તેણે દર્શકોના દિલ જીતી લીધા છે. તમને જણાવી દઈએ કે, સનમ તેરી કસમ રી-રિલીઝમાં બાજી મારી લીધી છે.

ફેન્સ થયા ભાવુક
જો કે,  રી-રિલીઝ થયા પછી, ફિલ્મને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર યુવકનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશના મેરઠમાં એક થિયેટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક ફેન ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો છે. તે જમીન પર બેસીને રડવા લાગે છે અને હાથ મારવા લાગે છે. ફિલ્મનો પોસ્ટ ક્રેડિટ સીન આવતાની સાથે જ તે જમીન પર બેસી જાય છે અને રડવા લાગે છે. તેની આસપાસ કેટલાક લોકો જોવા મળે છે. એક વ્યક્તિ રડતા છોકરાને સંભાળવાનો પ્રયત્ન કરે છે. હર્ષવર્ધન રાણેએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વીડિયો શેર કર્યો અને લખ્યું, ઉમ્મીદ છે કે તે ઠીક હશે.

ફિલ્મની કમાણી
સનમ તેરી કસમ એ પહેલા દિવસે 5.14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે 6.22 કરોડની કમાણી થઈ હતી. બે દિવસમાં આ ફિલ્મ 11.36 કરોડના કલેક્શન સાથે ફ્લોપમાંથી સુપરહિટ થઈ ગઈ. તે જ સમયે, સનમ તેરી કસમ એ 4 દિવસમાં 30 કરોડ રૂપિયા સુધીનું નેટ કલેક્શન કર્યું છે.

ફિલ્મનું બજેટ
રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું બજેટ લગભગ 25 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ દીપક મુકુટે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મમાં હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈન સિવાય અનુરાગ સિન્હા, મનષ ચૌધરી, મુરલી શર્મા પણ જોવા મળ્યા હતા.

સનમ તેરી કસમ બોક્સ ઓફિસ દિવસ 3 કલેક્શન
સકનિલ્કના જણાવ્યા અનુસાર, સનમ તેરી કસમ એ પહેલા દિવસે 4.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે 8 ફેબ્રુઆરી શનિવારના રોજ 5.25 કરોડનું કલેક્શન થયું હતું. આ ફિલ્મે રવિવારે 9 ફેબ્રુઆરીએ 6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે જોવાનું રસપ્રદ રહેશે કે 'સનમ તેરી કસમ'ની કમાણી ક્યાં સુધી પહોંચે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news