ઘર કા ભેદી લંકા ઢાયેઃ સુરતમાં સગા ભાણેજે મામાના ઘરમાં કરી લાખો રૂપિયાની ચોરી, આ રીતે ઝડપાયો આરોપી

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મામા ગામડે ગયા તો ભાણેજે તેમના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી. લોકર તોડી ભાણેજ રૂપિયા અને દાગીના ઉઠાવી ફરાર થઈ ગયો હતો. સુરત પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
 

ઘર કા ભેદી લંકા ઢાયેઃ સુરતમાં સગા ભાણેજે મામાના ઘરમાં કરી લાખો રૂપિયાની ચોરી, આ રીતે ઝડપાયો આરોપી

સંદીપ વસાવા, સુરતઃ સુરતમાં એક ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાંથી  રોકડ તેમજ ઘરેણાં મળી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી..આ અંગે ઘર માલિકે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી. પરંતું આરોપીઓને જોઈ ઘર માલિકના પગતળેથી જમીન સરકી ગઈ. ત્યારે કોણ હતા એ આરોપી જેને જોઈને ઘર માલિકને પણ આંચકો લાગ્યો જોઈએ આ રિપોર્ટમાં...

તમે કહેવત સાંભળી હશે કે ''ઘર કા ભેદી લંકા ઢાયે'' અને આજ કહેવત સાચી પડી છે સુરતના ઓલપાડમાં કે જ્યાં એક ઘરમાં કરવામાં આવી ચોરી. ઘરમાલિક પોતાના વતન ગયા ત્યારે જ તેમના ત્યાં ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં લોકર તોડી તેમાંથી રોકડ રકમ તેમજ ઘરેણાં મળી કુલ 5.73 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ઘરફોડ ચોરી અન્ય કોઈએ નહીં પરંતું ઘરમાલિકના ભાણેજ દ્વારા જ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં મોડસ ઓપરેન્ડી જોઈને આ ચોરી પાછળ કોઈ જાણભેંદુ જ હોવાની શક્યતા વર્તાઈ રહી હતી. તેથી પોલીસ દ્વારા થોડા સમય માટે ઘરની આસપાસની ગતિવીધીઓ પર નજર રાખવામાં આવી ત્યારે ચોરીમાં ઘરમાલિકનો ભાણેજ જ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું. ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો આરોપી ક્રિષ્ના ઉપાધ્યાય મામાને ત્યાં અવાર નવાર આવતો રહેતો તેથી તે ઘરની આર્થિક સ્થિતીથી વાકેફ હતો. તેથી જ્યારે તેના મામા બહાર ગામ ગયા ત્યારે તેણે પોતાના સાગરિત સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો. તેણે સૌપ્રથમ કબાટનું લોકર તોડી રોકડ રૂપિયા અને ઘરેણાં મળી લાખોનો મુદ્દમાલ તફડાવ્યો અને ઘરનો સમાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો.  પોલીસને ગુમરાહ કરવા માટે બંને આરોપીઓને ઘરની આગળના ભાગની બારીનો કાચ તોડી નાખ્યો હતો જેથી આ ચોરી કોઈ રીઢા ગુનેગારોએ કરી હોવાની શંકા પોલીસને ઉપજે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 11, 2025

જો કે ગુનેગારો લાખ પ્રયત્ન કરી પરંતું તેઓ પોલીસ પકડથી લાંબો સમય સુધી બચી નથી શકતા. પોલીસે આરોપી ચોર ભાણેજ અને તેના સાગરીતને ઝડપી પાડી 3 લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે વધુ મુદ્દમાલ રિકવર કરી તપાસ અર્થે રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news